Aapnu Gujarat
ગુજરાત

રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા સાયકલ યાત્રાનું આયોજન

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

ખેડૂત નેતાઓ દ્વારા કાયદા રદ કરવા અને એમએસપી પર કાયદો બનાવવાની માંગ છે ત્યારે સરકાર દ્વારા કાયદામાં રદ કરવા અંગે તેમજ ખેડૂતોના ન્યાય માટે દિલ્હી મુકામે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવશે,
દિલ્હી મુકામે છેલ્લા આઠ મહિનાથી ચાલતા કેન્દ્ર નાં ત્રણ કાળા કૃષિ કાયદા રદ કરવા માટે ખેડૂત આગેવાન હરેશભાઈ પુજારા ચોટીલામાં ચામુંડા માતાજીના મંદિરે દર્શન કરી સાયકલ દ્વારા દિલ્હી રાષ્ટ્રપતિ ભવન પહોંચશે અને રાષ્ટ્રપતિ ને આવેદનપત્ર આપી આ કૃષિ કાયદા રદ કરવા બાબત રજુઆત કરવામાં આવશે
ગુજરાતનાં ખેડૂતો વતી આ લડતને સમર્થન આપશે છેલ્લા નવ મહિનાથી ખેડૂતો દિલ્હી બોર્ડર ઉપર આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય કીસાન સંગઠન ગુજરાતનાં અને સાંતલપુર તાલુકાના પ્રમુખ એવાં હરેશભાઈ પુજારા ચોટીલા થી દિલ્હી મુકામે સાયકલ યાત્રા આજે ચોટીલાથી પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં અનેક ખેડૂત આગેવાનો એ હાજરી આપી હતી જેમાં સુરેન્દ્રનગર જીલ્લા કીસાન કોંગ્રેસ ઉપ પ્રમુખ નવીનભાઈ પુજારા ભરતભાઈ કમેજળીયા સહિત અનેક આગેવાનો એ હાજરી આપી હતી જેમાં ચોટીલા થી આજે ૧૨-૩૯ વાગ્યાએ સાયકલ યાત્રા નું પ્રસ્થાન કર્યું હતું.

Related posts

સાહેબે મારી સીડી બતાવવાનો ધંધો માંડયો પણ ફેર નહીં પડે

aapnugujarat

પેપર લીક કાંડમાં યશપાલસિંહ ઝડપાયો

aapnugujarat

બિલ્ડર વોરાની હત્યા માટે ૭૦ લાખની સોપારી લીધી : સોહરાબ કેસના સાક્ષી આઝમ ખાનનો ખુલાસો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1