Aapnu Gujarat
ગુજરાત

પેપર લીક કાંડમાં યશપાલસિંહ ઝડપાયો

ગુજરાત પોલીસમાં લોકરક્ષક દળની ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક કૌભાંડમાં પોલીસે આજે યશપાલસિંહ સોલંકી ઉર્ફે ઠાકોર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરતાં જબરદસ્ત સનસનાટી મચી ગઇ છે. પોલીસે આજે મહત્વના ત્રણ આરોપીઓ યશપાલસિંહ ઉપરાંત ઇન્દ્રવદન પરમાર અને રાજેન્દ્ર વાઘેલાની પણ ધરપકડ કરી લીધી હતી. યશપાલ સહિતના ત્રણેય આરોપીઓની પૂછપરછમાં પોલીસ સમક્ષ ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા જે મુજબ, સમગ્ર કૌભાંડમાં જેને મોટો આર્થિક ફાયદો મેળવવાનો હતો તે આરોપીઓમાં ઇન્દ્રવદન પરમાર, નીલેશ નામનો અન્ય આરોપી તેમ જ તેમની સાથે જોડાયેલા અન્ય સાગરિતો છે પરંતુ યશપાલ અને મનહર પટેલ જેવાના પ્યાંદા તરીકે ઉપયોગ થયો હતો. પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે, આ સમગ્ર કૌભાંડમાં ૫૦ જેટલા આરોપીઓના નામો ખુલી શકે તેમ છે. અત્યારસુધીની તપાસમાં ૨૫થી ૩૦ આરોપીઓના નામ અને ઓળખ થઇ ગયા છે, તેમની વિરૂદ્ધ નક્કર પુરાવા હાથ લાગતાં જ તેઓની ધરપકડ કરાશે. આ સમગ્ર કૌભાંડ અંગે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જણાવ્યું હતું કે, આરોપી યશપાલસિંહની મોબાઇલ લોકેશન ટ્રેક કરી મહીસાગર જિલ્લાના વીરપુર પાસે લીંબડીયા રોડ પરથી આજે તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. દિલ્હીથી ફલાઇટમાં બરોડા આવ્યા બાદ યશપાલસિંહ સુરત પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપવા આવ્યો હતો પરંતુ પેપર લીક થયાની ખબર પડતાં તે ત્યાંથી તરત ભાગી ગયો હતો અને તેનો મોબાઇલ બંધ કરી એક દિવસ સુધી કોઇનો સંપર્ક કર્યો ન હતો. ઇન્દ્રવદને જ યશપાલસિંહની ફલાઇટનું બુકીંગ કરાવ્યું હતું. બીજા દિવસે તેણે ઇન્દ્રવદન પરમારને વડોદરામાં સંપર્ક કર્યો હતો. ઇન્દ્રવદને તેને રૂ.૨૦ હજાર આપ્યા હતા અને બે દિવસ સુધી વડોદરાના ઝરોદ ખાતેની એક ફેકટરીમાં સંતાડી રાખ્યો હતો. પરંતુ યશપાલસિંહને ન્યુઝ મારફતે જાણ થઇ કે, આ કૌભાંડમાં તેની સાથે અન્ય જે લોકો હતા, તેમાંના કેટલાક પકડાઇ ચૂકયા છે, તેથી તે પણ પકડાઇ જશે તેવો ડર તેને સતાવતો હતો અને તેથી તે ઇન્દ્રવદન તેને બચાવી લેશે તેવી આશા સાથે ફરી વડોદરા મળવા માટે નીકળ્યો હતો, તે પહેલાં પોતાના ઘેર ગયો હતો ત્યારે તેનું લોકેશન ટ્રેસ થઇ જતાં પોલીસે તેને ધરદબોચી લીધો હતો. આ સિવાય પોલીસે વડોદરાના ગોત્રીના રહેવાસી ઇન્દ્રવદન પરમાર અને રાજેન્દ્ર વાઘેલાને પણ ઝડપી લીધા હતા. રાજેન્દ્ર વાઘેલા એક જ ઉમેદવારો હતો કે, જે સીધો અહીંથી દિલ્હી ફલાઇટમાં ગયો હતો અને ત્યાંથી પરત સીધો તેના પાટણ ખાતેના પરીક્ષાકેન્દ્ર પર પહોંચ્યો હતો. આમ ત્રણ આરોપીઓને આજે પોલીસે પકડી લીધા હતા અને તેમની આકરી પૂછપરછ હાથ ધરી હતી.

Related posts

अहमदाबाद में पति ने पत्नी के प्राइवेट पार्ट में भरा लाल मिर्च पाउडर

editor

હેરિટેજ ગૌરવ સપ્તાહ ઉજવણી ત્રણ વાર બંધ રાખવામાં આવી

aapnugujarat

વડોદરા શહેરમાં હથિયારબંધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1