Aapnu Gujarat
ગુજરાત

ભાવનગરના ખાર વિસ્તારમાં સુરખાબનું આગમન

સુરેશ ત્રિવેદી, ભાવનગર

સુરખાબ ગુજરાતનું રાજ્ય પક્ષી છે જેને બળા, કે હંસ કે ક્યારેક ભૂલથી સુરખાબ તરીકે ઓળખાય છે આ પક્ષી ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, પોરબંદર અને જામનગર સહિત રાજ્યના મોટા ભાગના જલપ્લાવિત વિસ્તારોમાં જોવા મળતું યાયાવર પક્ષી છે. ગુજરાતમાં તેની બે જાતો જોવા મળે છે. એક નાના સુરખાબ અને બીજા મોટા સુરખાબ કે હંસ. જે ભાવનગરના ખાર વિસ્તારમાં હાલ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે.
તેની ગરદન ડ આકારની તથા પંખી જગતમાં સૌથી લાંબી અને માંસલ જીભ ધરાવે છે. તેઓ સમૂહમાં કાદવથી માળાઓ બનાવે છે. મોટા સુરખાબની ઉંચાઈ ૧૩૫ સેમી. સુધીની હોય છે ઉંચાઈના પ્રમાણમાં તેનું નાનુ શરીર કોઈનું પણ ધ્યાન ખેંચે. આખુ શરીર રંગે સફેદ અને તેમાં આછી ગુલાબી ડાઘ, ઉડે ત્યારે પાંખો ગુલાબી અને કાળા રંગની આંખો તરત નજરે પડે છે. પગ લાંબા અને ગુલાબી હોય છે. ચાંચ ગુલાબી, વાંકી અને છેડેથી કાળી હોય છે. કદમાં નર-માદા સરખા જોવા મળે છે. નાનો હંજ લગભગ ૯૦ થી ૧૦૫ સેમી. ઉંચાઈ ધરાવે છે. તેના સફેદ શરીરનો ગુલાબી રંગ વધારે સ્પષ્ટ દેખાઈ તેવો છે.
મોટા હંજના પ્રમાણમાં નાના હંજની ડોક ટુંકી અને થોડી ઝાડી હોય છે. તેના પગ પણ મોટા હંજ કરતા ટુંકા હોય છે. ચાંચ દ્યેરી ગુલાબી, વાંકી અને છેડેથી કાળી હોય છે. નર-માદા સરખા જોવા મળે છે. રહેઠાણો મોટા તળાવો, દરીયાકીનારાના કિનારે કાદવીયા કે પાણીવાળા વિસ્તારોમાં જોવા મળે છે.
ભાવનગરનો ખાર વિસ્તાર આવી જ આબોહવા અને ભૂસ્તરીય રચના ધરાવતો હોવાથી અહીં આ બંન્ને પ્રકારના એટલે કે નાના સુરખાબ અને મોટા સુરખાબ જોવા મળી રહ્યા છે.

Related posts

કડીમાં મીઠાઈ અને ફરસાણની દુકાનો ખોલાવી વાસી ખાદ્ય જથ્થાનો નાશ કરાયો

editor

શિક્ષણ મંત્રી ચુડાસમાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમની તૈયારીઓ બાબતે મૂલાકાત લઇ કરેલી સમીક્ષા

aapnugujarat

ગુજરાત ૭૪ ટકા ઘન કચરાના નિકાલ સાથે દેશમાં બીજા ક્રમે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1