Aapnu Gujarat
ગુજરાત

શિક્ષણ મંત્રી ચુડાસમાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમની તૈયારીઓ બાબતે મૂલાકાત લઇ કરેલી સમીક્ષા

રાજયના શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ગઇકાલે કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની હેલીપેડ-ટેન્ટીસીટી-સભા સ્થળ વગેરે સ્થળોની મૂલાકાત લીધી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે, તા. ૩૧ મી એ સરદાર પટેલ જન્મ જયંતિના દિવસે કેવડીયા ખાતે સાધુ ટેકરી પર આકાર પામી રહેલી ૧૮૨ મીટરની ઉંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે થનાર છે. આ કાર્યક્રમ સંદર્ભે સુચારૂ આયોજન થઇ શકે અને આવનાર જાહેર જનતાને કોઇ મુશ્કેલી ન પડે તેવા હેતુથી શ્રી ચુડાસમાએ કેવડીયાની મૂલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરી હતી.

મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે જિલ્લા કલેકટરશ્રી આર.એસ.નિનામા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા, માર્ગ અને મકાન વિભાગના સચિવશ્રી એસ.બી.વસાવા, સરદાર સરોવર વિભાગના અધિક્ષક ઇજનેરશ્રી એચ.આર.કાનુગો વગેરેએ આ મૂલાકાતમાં સાથે રહી શ્રી ચૂડાસમાને માહિતગાર કર્યા હતા.

શ્રી ચુડાસમાએ કેવડીયા ખાતે કાર્યક્રમના સ્થળે વાન પાર્કિગ સ્થળની સંપૂર્ણ વિગતો સાથે કલેકટરશ્રી નિનામા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી બગડીયાએ માહિતગાર કર્યા હતાં. શ્રી ચૂડાસમાએ ટેન્ટસીટીની મૂલાકાત લઇ ટેન્ટની સુવિધાઓની જાત માહિતી મેળવી હતી. શ્રી ચૂડાસમાએ વડા પ્રધાનશ્રીના ચોપર માટે બનાવાયેલ હેલી પેડ સ્થળની પણ મૂલાકાત લીધી હતી. ડેમ સાઇટ ખાતે આકાર પામી રહેલ નવા વ્યું પોઇન્ટ નં-૧ ની મૂલાકાત લઇ શ્રી ચૂડાસમાએ પર્યટકોને કેન્ટીન, વ્યુ પોઇન્ટના વ્યુ વગેરે બાબતો પર શ્રી ચૂડાસમાએ માહિતી મેળવી હતી. મંત્રીશ્રી ચૂડાસમાએ અંતમાં વડા પ્રધાનશ્રીની સભા સ્થળની મૂલાકાત લઇ માર્ગ-મકાન વિભાગના સચીવશ્રી એસ.બી.વસાવા સાથે મહાનુભાવોની બેઠક વ્યવસ્થા અને જાહેર જનતાની બેઠક વ્યવસ્થા અંગે જાત માહિતી મેળવી જરૂરી સુચનો કર્યા હતાં.

મંત્રીશ્રી ચુડાસમાએ વડા પ્રધાનશ્રીના તા. ૩૧ મી ઓકટોબર-૨૦૧૮ ના રોજ યોજાનારા સ્ટેચ્યું ઓફ યુનિટીના લોકાર્પણના કાર્યક્રમ અંગે કેવડીયા ખાતેની પૂર્વ તૈયારીઓ અંગે જાત મૂલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું. મૂલાકાત સમયે જિલ્લા કલેકટરશ્રી આર.એસ.નિનામા સહિત વરિષ્ઠ સનદી અધીકારીશ્રીઓ સાથે મંત્રીશ્રી ધ્વારા સુચવાયેલા સૂચનો અંગે સ્થળ ઉપર જ વિચાર વિમર્શ કરાયો હતો. આ લોકાર્પણના કાર્યક્રમની જિલ્લા વહીવટીતંત્ર ધ્વારા થઇ રહેલી પૂર્વ તૈયારીઓ અંગે શ્રી ચુડાસમાએ સંતોષ વ્યકત કર્યો હતો.

Related posts

યુવાનોને રોજગારી આપવા સરકાર કટિબદ્ધ : રૂપાણી

aapnugujarat

બિટકોઇન : નલિન કોટડિયાને કોર્ટે ભાગેડુ જાહેર

aapnugujarat

ચાંદખેડામાં પરિવાર પર હુમલો કરીને દિલધડક લૂંટથી ચકચાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1