Aapnu Gujarat
મનોરંજન

અફઘાનિસ્તાનના ક્રિકેટર સાથે સગાઈ થવાની હતી : અર્શી ખાન

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ સ્થાનિક નાગરિકો ડરમાં જીવી રહ્યાં છે. આટલું જ નહીં અફઘાનિસ્તાન પ્રત્યે લાગણી ધરાવતા લોકો પણ ડરેલા છે. આવી જ કંઈક હાલત હાલમાં ટીવી એક્ટ્રેસ તથા બિગ બોસ ફૅમ અર્શી ખાનની છે. તે ટૂંક સમયમાં અફઘાનિસ્તાનના ક્રિકેટર સાથે સગાઈ કરવાની હતી. જાેકે, ત્યાંની સ્થિતિ જાેઈને તે ઘણી જ ડરી ગઈ છે. અર્શી ખાને કહ્યું હતું કે ઓક્ટોબરમાં તેની અફઘાન ક્રિકેટર સાથે સગાઈ થવાની હતી. તેના પિતાએ જ તેના માટે છોકરો પસંદ કર્યો હતો. તેના પિતાના ખાસ ફ્રેન્ડનો દીકરો છે. હવે તેને ડર છે કે અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજાે હોવાથી પરિવાર તેની સગાઈ જ તોડી નાખશે. વધુમાં અર્શી ખાને કહ્યું હતું કે તે ભાવિ પતિ સાથે એક મિત્રની જેમ વાત કરતી હતી. જાેકે, હવે પરિસ્થિતિ તદ્દન બદલાઈ ગઈ છે. તેને હવે વિશ્વાસ છે કે તેના પિતા અફઘાનિસ્તાના ક્રિકેટર સાથે સગાઈ થવા દેશે નહીં. હવે તેના પેરેન્ટ્‌સ ભારતીય છોકરો જ પસંદ કરશે. અર્શી ખાને કહ્યું હતું કે તે મૂળ અફઘાનિસ્તાનની છે. તે અફઘાની પઠાણ છે. તેનો પરિવાર યૂસુફઝઈ સમુદાયમાંથી આવે છે. તેના દાદા અફઘાનિસ્તાનથી ભારત આવ્યા હતા અને ભોપાલમાં જેલર હતા. તેના મૂળ ભલે અફઘાનિસ્તાનના હોય, પરંતુ તે એક ભારતીય નાગરિક છે. અર્શી ખાન ‘બિગ બોસ ૧૧’થી ઘેર-ઘેર લોકપ્રિય થઈ હતી. ‘બિગ બોસ ૧૪’માં અર્શી ખાન ચેલેન્જર તરીકે જાેવા મળી હતી. આ શો ઉપરાંત અર્શી ખાન ‘સાવિત્રી દેવી કોલેજ એન્ડ હોસ્પિટલ’, ‘વિષ’, ‘ઇશ્ક મૈં મરજાવા’માં જાેવા મળી છે.

Related posts

ફિલ્મ ચાલબાજની રીમેકમાં આલિયા ભટ્ટ ડબલ રોલમાં

aapnugujarat

સેક્સી અર્શી ખાનને હવે પ્રભાસ સાથે ફિલ્મ મળી

aapnugujarat

યશરાજ ફિલ્મ્સ વિરુદ્ધ એફઆઈઆર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1