Aapnu Gujarat
રમતગમત

રાશિદ ખાન પોતાના પરિવારને લઈ ચિંતિત

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ સ્ટાર ક્રિકેટર રાશિદ ખાન ખુબ પરેશાન છે. હાલ ઈંગ્લેન્ડમાં હાજર રાશિદ ખાનને દરેક સમયે પોતાના પરિવારની ચિંતા થઈ રહી છે. રાશિદ ખાનની ફ્રેન્ચાઇઝી ટીમ ટ્રેન્ટ રોકેટ્‌સે કહ્યુ કે, રાશિદ ખાન ખુબ ચિંતામાં છે અને તે દરેક સમયે ખુદને વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરી રહ્યો છે. ફ્રેન્ચાઇઝીને લાગે છે કે રાશિદ તાલિબાનના કબજા બાદ પોતાના દેશમાં પરિવારને લઈને ચિંતિત છે અને આ કારણે ટૂર્નામેન્ટ દરમિયાન તેનો નિયમિત મસ્તીભર્યો સ્વભાવ પણ જાેવા મળી રહ્યો નથી. ૨૨ વર્ષના રાશિદ ખાને શુક્રવારે રાત્રે સાઉધર્ન બ્રેવ્સ ટીમ વિરુદ્ધ એલિમિનેટર મેચ રમી હતી. ટ્રેન્ટ રોકેટ્‌સના કેપ્ટન લુઈસ ગ્રેગરીએ સ્કાઈ સ્પોર્ટ્‌સને કહ્યુ- અમારી પાસે એક શાનદાર સમૂહ છે અને તેણે વાસ્તવમાં રાશિદને આ દિવસોમાં ઘેરી રાખ્યો છે અને તેને વ્યસ્ત રાખવામાં અને જેટલું બની શકે તેનું ધ્યાન રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાશિદ ખાન હાલના સમયમાં દુનિયાના સૌથી સારા સ્પિન બોલરોમાંથી એક છે. રાશિદ ખાનની બીજા દેશોની લીગમાં ભારે માંગ રહે છે. રાશિદ ખાન ધ હંડ્રેડ લીગમાં ઈંગ્લેન્ડના આદિલ રાશિદની સાથે ૧૨ વિકેટ ઝડપીને સંયુક્ત રૂપથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. રાશિદ વિશે કેપ્ટને કહ્યુ- તે વ્યક્તિ અવિશ્વસનીય છે. તેણે ક્રિકેટમાં દુનિયાભરમાં કારનામા કર્યા છે અને તે આ વર્ષે ઈંગ્લેન્ડમાં કરી રહ્યો છે. જ્યારે તે પરિસ્થિતિઓ જે તમારા ઘરે થઈ રહી છે અને જ્યાં તેનો પરિવાર છે, તેને ભૂલાવી ખુદને રમત પ્રત્યે સમર્પિત કરવો આશ્ચર્યજનકથી ઓછુ નથી. તે સંપૂર્ણ રીતે પોતાના ક્રિકેટ પર કેન્દ્રીત છે. આ પહેલા રાશિદ ખાને અફઘાનિસ્તાનમાં રહેલા પોતાના પરિવાર માટે ચિંતા વ્યક્ત કરી હતી. રાશિદ ખાને વિશ્વના દેશોને અફઘાનિસ્તાનના લોકોની મદદ કરવાની અપીલ કરી હતી.

Related posts

सिंधु ने फैन्स को दिया झटका, बोलीं ‘आई रिटायर’

editor

આજે મુંબઈ – ચેન્નઈ વચ્ચે આઈપીએલની ફાઈનલ

aapnugujarat

धवन विश्व कप से बाहर हुए

aapnugujarat

Leave a Comment

UA-96247877-1