Aapnu Gujarat
રાષ્ટ્રીય

ખેડૂતો માટે મોદી કેબિનેટ દ્વારા નવી યોજનાનું એલાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ અને સીસીઈએની મુખ્ય બેઠકમાં પામ ઓયલ મિશનને મંજૂરી આપી દેવામાં આવી છે. તેના પર ૧૧ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું કે હજુ પણ પામની ખેતી થઈ રહી છે. પરંતુ હવે તેને મોટા સ્તર પર કરવાની તૈયારી છે. તેમણે જણાવ્યું કે ખાદ્ય તેલની કિંમતોમાં સતત વધારો નાના ખેડૂતો માટે વધુ ફાયદાકારક ન હતો. ત્યાં જ નોર્થ ઈસ્ટમાં પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રી નથી. માટે હવે સરકારે નેશનલ એડિબલ ઓઈલ મિશન શરૂ કર્યું છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું કે પામ ઓઈલ મિશનનો મુખ્ય ઉદ્ધેશ ખેડૂતોને તાજા ફળોના બદલામાં સુનિશ્ચિત વ્યવહારિક મુલ્ય પ્રદાન કરવાનું છે. આવનાર ૫ વર્ષમાં ૧૧,૦૪૦ કરોડના કુલ ખર્ચથી મિશન ઉત્તર-પૂર્વી રાજ્યોમાં ૩.૨૮ લાખ હેક્ટર અને બાકીના ભારતમાં ૩.૨૨ની સાથે પામ ઓઈલ રોપણી હેઠળ ૬.૫ લાખ હેક્ટથી વધુ ક્ષેત્રમાં શામેલ કરવામાં આવશે. રવી સીઝનના સમયે સારી ગુણવત્તા વાળી વસ્તુઓને લોકોની વચ્ચે પહોંચાડવામાં આવ્યું. જેનાથી ઉત્પાદન અને રકબેમાં વધારો થયો. પરંતુ હજુ પણ ભારતે તેલ આયાત કરવું પડી રહ્યું છે. જેમાં સૌથી મોટો ભાગ પામ ઓઈલનો છે. કુલ તેલ આયાતના ૫૬ ટકા પામ ઓઈલનો છે. ૈંઝ્રઇએ જણાવ્યું કે ૨૮ લાખ હેક્ટર ક્ષેત્રમાં પામની ખેતી કરવામાં આવી રહી છે. તેમાંથી એક મોટો ભાગ પૂર્વોત્તરમાં છે. દેશમાં વાર્ષિક લગભગ ૨.૫ કરોડ ટન ખાદ્ય તેલની જરૂર પડે છે. હાલના સમયમાં એક વર્ષમાં ભારત સરકારે ૬૦,૦૦૦ થી ૭૦,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરી ૧.૫ કરોડ ટન ખાદ્ય તેલની ખરીદી કરી છે.

Related posts

શું અનામતની મર્યાદા ૫૦ ટકાથી વધારી શકાય?ઃ સુપ્રિમનો રાજ્યોને સવાલ

editor

કઠુઆ ગેંગરેપ : આંતરરાષ્ટ્રીય ષડયંત્ર, ડે.સીએમ નિર્મલસિંહ

aapnugujarat

જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક લોકો આતંકવાદ તરફ વળી રહ્યા છે : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1