Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કઠુઆ ગેંગરેપ : આંતરરાષ્ટ્રીય ષડયંત્ર, ડે.સીએમ નિર્મલસિંહ

જમ્મુ અને કાશ્મીર રાજ્યના કઠુઆમાં એક આઠ વર્ષની બાળકી પર થયેલા ગેંગરેપ અને હત્યાના મામલે હાલ દેશમાં રાજકીય માહોલ ગરમાયો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ નરેન્દ્ર મોદીએ ચિંતા વ્યક્ત કર્યા બાદ આ મામલે જમ્મુ-કશ્મીરના ડેપ્યુટી સીએમ નિર્મલ સિંહે આજે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે આ મામલાને આંતરરાષ્ટ્રીય ષડયંત્ર તરીકે ગણાવ્યું છે. તેમણે કહ્યું કે ફાસ્ટ ટ્રેક કોર્ટનો ફેંસલો આવ્યા બાદ બે મંત્રીઓએ નૈતિક સ્તરે રાજીનામું આપી દીધું છે.
આ અગાઉ રાજ્યના મુખ્યમંત્રી મહેબુબા મુફતીએ ૧૨ એપ્રિલે જણાવ્યું હતું કે તેમની સરકાર બાળકીઓના બળાત્કાર મામલે મોતની સજાની જોગવાઈવાળો કાયદો ઘડશે. તેમણે કહ્યું કે સરકાર આ મામલે કાયદાને બાધિત થવા દેશે નહીં અને બાળકી સાથે ન્યાય થશે.
કઠુઆ બળાત્કાર મામલે ચાર્જશીટમાં ખુલાસો થયો હતો કે આઠ વર્ષની બાળકીને નશીલો પદાર્થ ખવડાવવામાં આવતો હતો. તેની હત્યાના બે દિવસ પહેલા જ આરોપીઓએ તેને ફરીથી હવસનો શિકાર બનાવી હતી. ચાર્જશીટમાં કહેવાયું છે કે રેપના સહ આરોપી વિશાલ જંગોત્રા પોતાના પિતરાઈ ભાઈનો ફોન આવ્યા બાદ મેરઠથી રાસના પહોંચ્યો હતો તથા કિશોર અને પરવેશ સાથે મળીને બાળકી પર બળાત્કાર કર્યો હતો. બાળકીનો મૃતદેહ મળ્યો તેના છ દિવસ પહેલા એટલે કે ૧૧ જાન્યુઆરીએ આરોપી કિશોરે ફરીથી પિતરાઈ ભાઈ જંગોત્રાને ફોન ક્યો હતો અને મેરઠથી આવવા જણાવ્યું હતું. વિશાલ ત્યાં અભ્યાસ કરતો હતો.

Related posts

એસસી એક્ટ અંગે વટહુકમ લાવવાની કેન્દ્રની વિચારણા

aapnugujarat

उत्तराखंड के CM त्रिवेन्द्र सिंह रावत ने सुषमा स्वराज के निधन पर जताया शोक

aapnugujarat

बारामुला में चार ठिकानों पर एनआईए ने की छापेमारी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1