Aapnu Gujarat
ગુજરાત

પેટ્રોલ પંપો તથા ટોલ પ્લાઝા સહિતના સ્‍થળોએ ફરજીયાત CCTV કેમેરા રાખવા આદેશ

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર દ્વારા મળતી માહિતી મુજબ
સુરેન્‍દ્રનગર અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટશ્રી એન. ડી. ઝાલાએ જિલ્‍લામાં ધાડ, લૂટ અને ચોરીના ગુના થતાં અટકાવવા, વણ શોધાયેલા ગુનાઓ શોધવા માટે તથા લોકોની જાનમાલની રક્ષા તેમજ તેમને સુરક્ષા પુરી પાડવા તથા ગુનેગારો અને ગુનામાં વપરાયેલા વાહનો આઈડેન્‍ટીફાઈ થઈ શકે, ગુનો ડિટેક્ટ કરવામાં સરળતા રહે અને ગુનેગારોની વિરૂધ્ધમાં સબળ પુરાવો કોર્ટ સમક્ષ રજુ કરી શકાય તે હેતુથી સુરેન્‍દ્રનગર જિલ્લા – શહેરમાં તથા હાઈવે ઉપર આવેલ તમામ પેટ્રોલપંપો, તમામ ટોલ પ્‍લાઝા અને રહેવા – જમવાની સગવડ હોય તેવી તમામ મોટી હોટલો તથા ગેસ્ટહાઉસમાં પુરતી સંખ્‍યામાં સી.સી. ટીવી કેમેરા (નાઈટ વિઝન તથા હાઈ ડેફીનેશન) વીથ રેકોર્ડીંગ સીસ્‍ટમ ફરજિયાત રાખવા એક જાહેરનામા દ્વારા આદેશ ફરમાવેલ છે.

આ જાહેરનામામાં જણાવ્‍યા પ્રમાણે જ્યારે કોઈ વ્યક્તિ હોટલ પર આવે ત્યારે ભોજનકક્ષ તથા હોટલની બાજુમાં આવેલ દુકાનો ઉપર ગાડીના નંબર દેખાય તે રીતે કેમેરા ગોઠવવા તથા ભોજનકક્ષમાં બેઠેલ વ્‍યક્તિઓનું રેકોર્ડીંગ થઈ શકે તથા હોટલમાં આવતી જતી વ્યક્તિઓ તથા વાહનોની ઓળખ થઈ શકે તે રીતે પુરતી સંખ્‍યામાં કેમેરા ગોઠવવા, હાઈવે પર આવેલ પેટ્રોલ પંપના ફીલીંગ સ્‍ટેશન ઉપર તથા પેટ્રોલ પંપની બાજુમાં આવેલ દુકાનો ઉપર ગાડીના નંબર દેખાય તે રીતે અને ડ્રાઈવર અને તેની બાજુમાં બેઠેલી વ્‍યક્તિનું રેકોર્ડીંગ થઈ શકે તે રીતે પુરતી સંખ્‍યામાં કેમેરા ગોઠવવા, હાઈવે ઉપર આવેલ તમામ ટોલ પ્‍લાઝા ઉપર આવતા-જતા દરેક વાહનોના નંબર દેખાય તથા વાહનમાં બેઠેલ વ્‍યક્તિઓની ઓળખ થઈ શકે તે રીતે પૂરતી સંખ્યામાં કેમેરા ગોઠવવા તેમજ આ સી.સી. ટીવી કેમેરા રાત્રિ દરમિયાન પણ રેકોર્ડિંગ કરી શકે તે પ્રકારના ઉચ્ચ ગુણવત્તાવાળા અને તેમાં ૧પ દિવસ સુધી રેકોર્ડિંગ રહે તે મુજબની વ્‍યવસ્‍થાવાળા હોવા જોઈએ.

આ જાહેરનામું સુરેન્‍દ્રનગર જિલ્લામાં તા.૩૦.૮.૨૦૨૧ સુધી અમલમાં રહેશે. જો કોઈપણ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે, તેમ કરવામાં મદદગારી કરશે તો તે દંડ અને શિક્ષાને પાત્ર થશે.

Related posts

હાથીજણમાં ગેસ લીકેજથી બે બાળકોનાં મોત

aapnugujarat

સુરતમાં પાટીદારોએ વિધવાઓના હસ્તે કરાવ્યો સમૂહલગ્ન સમારંભનો પ્રારંભ

aapnugujarat

બોટાદ પોલીસ તથા સુવર્ણ કાર સુરક્ષા સેતુ દ્વારા વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1