Aapnu Gujarat
મનોરંજન

પોર્નોગ્રાફી કેસ : રાજ કુંદ્રાની જામીનનો મુંબઈ પોલીસે વિરોધ કર્યો

પોર્નોગ્રાફી કેસને લઇને શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ધરપકડ થયા બાદ સતત ચર્ચામાં છે. રાજ કુંદ્રા મામલે રોજ નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. તો આ બાજુ શિલ્પા શેટ્ટી સતત પોતાનો પક્ષ રાખી રહી છે. અભિનેત્રીને આ વિવાદ થતાની સાથે જ મોટો ધક્કો લાગ્યો છે તેની ઇમેજ ખરડાઇ ગઇ છે. શિલ્પાના હાથમાંથી મોટા પ્રોજેક્ટ સરી રહ્યા છે.
રાજ કુન્દ્રાએ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે. આ મામલે રાજની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. કોર્ટમાં આ અરજીની સુનાવણી દરમિયાન મુંબઈ પોલીસ સતત વિરોધ કરી રહી છે. મુંબઈ પોલીસનું કહેવું છે કે એક ડર છે કે જાે રાજ કુન્દ્રાને જામીન મળે તો તે નીરવ મોદી અને મેહુલ ચોક્સીની જેમ રફ્ફુચક્કર થઇ જશે.
રાજ કુન્દ્રા મુંબઈ પોલીસ પોર્નોગ્રાફી રેકેટમાં માસ્ટરમાઈન્ડ હોવાનુ પોલીસ માની રહી છે આ સાથે, તેની વોટ્‌સએપ ચેટમાંથી ખુલાસાઓમાં પણ જાણવા મળ્યું છે કે આ પોર્નોગ્રાફી રેકેટના તારને વિદેશી દેશો સાથે જાેડી શકાય છે. આ તમામ હકીકતો બાદ પોલીસનું કહેવું છે કે કોર્ટે રાજ કુન્દ્રાને જામીન ન આપવા જાેઇએ કારણ કે તેની પાસે યુકેની નાગરિકતા છે અને જામીન મળતા જ તે વિદેશ ભાગી શકે છે.
રાજ કુન્દ્રા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું, પોલીસે એપ્રિલમાં આ કેસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. તેનું નામ ચાર્જશીટમાં ન હતુ અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ચાર્જશીટમાં નામ આપવામાં આવેલા આરોપીઓ જામીન પર બહાર છે. પહેલા મેજિસ્ટ્રેટની કોર્ટ તેના જામીન નામંજૂર કરવામાં તેણે ભૂલ કરી હતી.
રાજ કુન્દ્રા, જે સતત તેમની સામેના આરોપોને ખોટા ગણાવી રહ્યા છે, તેમણે અરજીમાં કહ્યું, સમગ્ર આદેશ અનુમાન પર આધારિત છે અને તેને રદ કરવો પડશે.
આ સાથે જ આ અરજીના વિરોધમાં મુંબઈ પોલીસે કહ્યું, આ ગુનો ગંભીર પ્રકારનો છે. પોલીસ આ બાબતની તપાસ કરી રહી છે કે તમામ વીડિયો ક્યાં અપલોડ કરવામાં આવ્યા હતા? તે જ સમયે, પોલીસે કહ્યું કે જાે રાજ કુન્દ્રાને જામીન મળે તો તે સમાજને ખોટો સંદેશ આપશે અને એક ભય પણ રહેશે કે આ ગુનો ફરીથી થઈ શકે છે.

Related posts

અમિતાભ બચ્ચન હજુ પણ સૌથી વ્યસ્ત સ્ટાર પૈકી એક

aapnugujarat

પ્રભાસ અને શ્રદ્ધા કપુરની ફિલ્મ ૨૦૧૮માં રજૂ થશે

aapnugujarat

फादर्स डे पर आया ‘संजू’ का जादू की झप्पी वाला पोस्टर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1