Aapnu Gujarat
રાષ્ટ્રીય

રાજકીય પાર્ટીઓએ ઉમેદવારની જાહેરાતના ૪૮ કલાકની અંદર આપવી પડશે ક્રિમિનલ કેસોની જાણકારી : SC

રાજનીતિના અપરાધીકરણ સાથે જાેડાયેલા એક કેસની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટએ આદેશ આપ્યો છે કે તમામ રાજકીય પાર્ટીઓને પોતાની પાર્ટીના ઉમેદવારોની જાહેરાત કર્યાના ૪૮ કલાકની અંદર તેમની સાથે જાેડાયેલી તમામ જાણકારી સાર્વજનિક કરવી પડશે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું, જાે કોઈ ઉમેદવારની ઉપર કોઈ અપરાધિક કેસ નોંધાયેલો છે કે કોઈ મામલામાં ઉમેદવાર આરોપી છે તો તેની જાણકારી પણ ૪૮ કલાકની અંદર આપવી પડશે.
સુપ્રીમ કોર્ટે રાજકીય પાર્ટીઓના અપરાધિક રેકોર્ડવાળી ગાઇડલાઇન્સને વધુ કડક કરી છે અને પોતાના જૂના ચુકાદામાં સુધારો કર્યો છે. સુપ્રીમ કોર્ટ રાજનીતિમાં અપરાધીકરણ સાથે જાેડાયેલા ૧૩ ફેબ્રુઆર, ૨૦૨૦ના પોતાના ચુકાદાને સંશોધિત કરતાં કહ્યું કે, રાજકીય પાર્ટીઓને ચૂંટણી માટે પસંદગી કરેલા ઉમેદાવારોનો અપરાધિક ઈતિહાસ પણ પ્રકાશિત કરવો પડશે.
આ પહેલા ફેબ્રુઆરી ૨૦૨૦માં સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદાના પેરેગ્રાફ ૪.૪માં આદેશ આપ્યો હતો કે તમામ રાજકીય પાર્ટીઓને ઉમેદવારોની પસંદગીના ૪૮ કલાકની અંદર કે નોમિનેશન દાખલ કરવાની પહેલી તારીખથી ઓછામાં ઓછા બે સપ્તાહ પહેલા, જે પણ પહેલા હોય તે ઉમેદવાર સાથે જાેડાયેલી જાણકારી સાર્વજનિક કરવી પડશે. ઉમેદવાર પર જાે કઈ અપરાધિક કેસ નોંધાયેલો છે તો તેની પણ જાણકારી સાર્વજનિક કરવી જરુરી હશે.
સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, જે પણ રાજકીય પાર્ટી ઉમેદવારોના અપરાધિક રેકોર્ડ સાર્વજનિક નહીં કરે તેની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવાને ધ્યાને લઈ પાર્ટીના ચૂંટણી ચિન્હને ફ્રીઝ કે સસ્પેન્ડ રાખવામાં આવશે. તેની પર રાજકીય પાર્ટી ઝ્રઁસ્ તરફથી વકીલે કોઈ શરત વગર માફી માંગતા કહ્યું કે, અમારો પણ આવો વિચાર છે કે રાજનીતિનું અપરાધીકરણ ન થવું જાેઈએ. તેની પર કોર્ટે ઝ્રઁસ્ના વકીલને કહ્યું કે, માફથી કામ નહીં ચાલે. અમારા આદેશોનું પાલન કરવું પડશે.

Related posts

કલમ 35A : ચૂંટણીનો બહિષ્કાર કરવા નિર્ણય

aapnugujarat

संयुक्त राष्ट्र महासभा को प्रधानमंत्री मोदी 26 सितंबर को करेंगे संबोधित

editor

PM मोदी को अपना रिपोर्ट कार्ड देंगे सभी मंत्री

aapnugujarat

Leave a Comment

UA-96247877-1