Aapnu Gujarat
રમતગમત

રોમાચંક મેચમાં જીત બાદ, PM MODI એ પુરૂષ હોકી ટીમને આપ્યા અભિનંદન

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમની ઐતિહાસિક જીતની ઉજવણી દેશભરમાં થઈ રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી દરેક ખેલાડીઓને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા.
આ દરમિયાન પીએમ મોદીએ ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ, કોચ ગ્રેહામ રીડ અને સહાયક કોચ પીયુષ દુબે સાથે વાત કરી અને તેમને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા.ભારતે ગુરુવારે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલના પ્લે-ઓફ મેચમાં જર્મનીને 5-4થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વડાપ્રધાન મોદીએ મનપ્રીતને કહ્યું, “ખુબ ખુબ ખુબ અભિનંદન.તમારા માટે આખી ટીમે અદ્ભુત કામ કર્યું છે.

વડાપ્રધાને કહ્યું કે, બેલ્જિયમ સામેની હાર બાદ મનપ્રીતનો અવાજ ઢીલો હતો પરંતુ આજે સંપૂર્ણ ઉત્સાહ છે.તેણે કહ્યું, તે દિવસે તમારો અવાજ ઢીલો હતો. આજનો દિવસ ઉત્સાહથી ભરેલો છે. તમારી મહેનત કામ કરી રહી છે. મારી તરફથી તમામ ખેલાડીઓને અભિનંદન. આપણે 15 મી ઓગસ્ટના રોજ મળી રહ્યા છીએ, મેં બધાને બોલાવ્યા છે, તે દિવસે મળીશું. ”
કોચ સાથે પણ વાત કરી વડાપ્રધાન મોદીએ રીડ સાથે વાત કરી અને ઈતિહાસ રચવા માટે અભિનંદન પાઠવ્યા હતા. રીડે કહ્યું કે, સેમીફાઇનલમાં હાર બાદ તમારી વાતોએ ટીમને પ્રેરણા આપી હતી. વડાપ્રધાન મોદીએ પહેલા પણ ટ્વિટ કરીને કહ્યું હતું કે, ભારતીયો આ દિવસને હંમેશા યાદ રાખશે.
તેમણે ટ્વિટ કર્યું, “ઐતિહાસિક. આ દિવસ હંમેશા દરેક ભારતીયની યાદમાં રહેશે. બ્રોન્ઝ મેડલ જીતવા બદલ પુરુષ હોકી ટીમને અભિનંદન. આ સાથે તેણે સમગ્ર દેશને, ખાસ કરીને યુવાનોને રોમાંચિત કર્યા છે. ભારતને તેની હોકી ટીમ પર ગર્વ છે.

Related posts

કે એલ રાહુલે બોલર શમીની બોલિંગના કર્યા વખાણ

editor

नाथन कल्टर नाइल ने दमदार बल्लेबाजी की : फिंच

aapnugujarat

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે હૈદરાબાદમાં વનડે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1