Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારતે યુએનના પરિષદ અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો

દુનિયાની સૌથી શક્તિશાળી સંસ્થા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અધ્યક્ષ તરીકે ભારતની તાજપોશીથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયુ છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે શનિવારે આશા વ્યક્ત કરી છે કે ભારત પોતાના કાર્યકાળ દરમિયાન નિષ્પક્ષ થઈને કામ કરશે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા જાહિદ હાફિઝ ચૌધરીએ કહ્યુ કે અમને આશા છે કે ભારત પોતાના કાર્યકાળ દરમિયાન પ્રાસંગિક નિયમો અને માનકોનુ પાલન કરશે.
ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો અસ્થાયી સદસ્ય છે અને બે વર્ષનો કાર્યકાળ છે. ભારતે રવિવારથી ૧૫ સદસ્યીય સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળી લીધો છે. ભારતનો કાર્યકાળ એક મહિના સુધી ચાલશે. સુરક્ષા પરિષદની અધ્યક્ષતા દર મહિને અંગ્રેજીના વર્ણમાલાના આધાર પર બદલતી રહે છે. ભારત ૧ જાન્યુઆરી ૨૦૨૧એ સુરક્ષા પરિષદનો સદસ્ય બન્યો હતો અને તેને પોતાના કાર્યકાળ દરમિયાન બે વાર અધ્યક્ષ બનવાનો અવસર મળશે.
પાકિસ્તાની પ્રવક્તાએ કહ્યુ, ભારતે આ પદને સંભાળી લીધો છે. આપણે તેને એક વાર ફરીથી એ યાદ અપાવવા ઈચ્છીએ છીએ કે તેઓ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના જમ્મુ-કાશ્મીર પર પ્રસ્તાવોને લાગુ કરે. જણાવી દઈએ કે ભારત એવા સમયે સુરક્ષા પરિષદનો અધ્યક્ષ બન્યો છે જ્યારે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના સમર્થનથી તાલિબાન ખૂની હિંસા કરી રહ્યુ છે. અફઘાન સેનાની સાથે તેમની લડત ચાલુ છે.
પાકિસ્તાન અખબાર અનુસાર ભારતના અધ્યક્ષ રહેવાનો અર્થ એ છે કે પાકિસ્તાન હવે એક મહિના સુધી કાશ્મીર મામલે કોઈ પણ ચર્ચા સુરક્ષા પરિષદમાં કરી શકશે નહીં. આ કારણે ભારતના અધ્યક્ષ બનવા પર પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયુ છે. પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ને ખતમ કરવાનો કડક વિરોધ કરી રહ્યુ છે. એટલુ જ નહીં આગામી એક મહિનામાં અફઘાનિસ્તાનથી વિદેશી સેનાઓ પાછી આવી રહી છે અને એવામાં અફઘાનિસ્તાનને લઈને કેટલાક મોટા ઘટનાક્રમ થઈ શકે છે.

Related posts

જમ્મુ-કાશ્મીર વિધાનસભાની બેઠકોમાં વધારો થશે

aapnugujarat

ISRO ने लॉन्च किया GSAT-30 संचार उपग्रह

aapnugujarat

कन्हैया पर मुकदमा चलाने को दिल्ली सरकार से नहीं मिली मंजूरी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1