Aapnu Gujarat
રાષ્ટ્રીય

૭ દિવસમાં માત્ર ૧૨ કલાક ચાલી સંસદ : ૫૪ કરોડ રૂપિયા બરબાદ

ચોમાસું સત્રનુ બીજુ સપ્તાહ પૂરૂ થવાનુ છે, પરંતુ સંસદમાં શાંતિ ભંગ કરવાની પ્રક્રિયા પૂરી થઈ નથી. પેગાસસ જાસૂસી કાંડ અંગે ચર્ચાની માંગ અંગે વિપક્ષ મક્કમ છે, ત્યારે સરકાર મક્કમ છે કે તે વિપક્ષને રાજકીય ધોરણે સ્કોર કરવાની મંજૂરી નહીં આપે.
૧૯ મી જુલાઈથી શરૂ થયેલા ચોમાસુ સત્રમાં સંસદ ૯ દિવસ જ ચાલી છે. છેલ્લા ૭ દિવસની કાર્યવાહીની વાત કરીએ તો લોકસભા ૪ કલાક અને રાજ્યસભા ૮.૨ કલાક ચાલી છે. લોકસભામાં ૩૮ કલાક હોબાળો મચ્યો હતો, જ્યારે રાજ્યસભામાં ૩૩.૮ કલાક કાર્યવાહી ખોરવાઈ હતી. આ દરમિયાન બંને ગૃહો સાથે મળીને સરકારી તિજાેરીના ૫૩.૮૫ કરોડ રૂપિયા સ્વાહા થયા છે. ગૃહની એક કલાકની કાર્યવાહીનો ખર્ચ લગભગ ૨.૫ લાખ રૂપિયા છે.
ગુરુવારે, લોકસભા અધ્યક્ષે એક ચેતવણી આપી હતી, ગૃહની કાર્યવાહી દરમિયાન હંગામો કરવા અંગે સખત નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ગઈકાલની (૨૮ જુલાઈ) ની ઘટના ખૂબ જ દુખદ અને ગૃહના ધોરણોની વિરુદ્ધ છે. ગઈકાલે જે પણ થયું તે આ પ્રતિષ્ઠિત ગૃહની મૂળ નૈતિકતાની વિરુદ્ધ છે. જાે કોઈની સામે કોઈ ફરિયાદ હોય, તો કોઈપણ સભ્ય આવીને મારી ચેમ્બરમાં તેની સમસ્યા કહી શકે છે.
ઓમ બિરલાએ ચેતવણી આપી હતી કે લોકસભા અધ્યક્ષ અથવા સ્પીકર પર કાગળ ફેંકવા સ્વીકાર્ય નથી. ગૃહના સભ્યો લાખો લોકોનું પ્રતિનિધિત્વ કરે છે અને આવી ઘટનાઓનું પુનરાવર્તન કરવામાં આવી રહ્યું છે. હવે આવી ઘટનાનું પુનરાવર્તન થાય તો કાર્યવાહી કરી શકાય છે. આપને જણાવી દઈએ કે બુધવારે પ્રશ્નાત્મક સમય દરમિયાન, લોકસભામાં કેટલાક વિપક્ષી સાંસદોએ પેપર ફાડીને તેને ફેંકવા લાગ્યા હતા. એટલું જ નહીં, તેમણે લોકસભા અધ્યક્ષ ઉપર પણ કાગળના ટુકડા પણ ફેંકી દીધા.

Related posts

મધ્યપ્રદેશના ડિંડોરીમાં પીકઅપ વાનને નડ્યો ગંભીર અકસ્માત, 14 લોકોના મોત

aapnugujarat

હોમવર્ક ન લાવેલી બાળકીને ૧૬૮ લાફા માર્યા

aapnugujarat

तेज प्रताप यादव ने दिया शत्रुघ्न सिन्हा को RJD में शामिल होने का न्याता

aapnugujarat

Leave a Comment

UA-96247877-1