Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ચીનમા વરસાદે સર્જ્યો વિનાશ, ૩૩ લોકોના મોત

   ચીનના હેનાનમાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. ચીનના પ્રાંત હેનાનનાં પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી હજારો લોકોને સ્થળાંતર કરાયા છે, જેમાં મૃત્યુઆંક 33 નો આંક નોંધાયેલો છે.  લશ્કરના જવાનો અને અગ્નિશામક અધિકારીઓ ખોરાક અને આશ્રય વિના ફસાયેલા નાગરિકોની મદદ કરવાનું ચાલુ રાખતા હતા. હેનાનના ઘણા શહેરો છલકાઇ ગયા છે અને ખેતીની જમીનનો સંપૂર્ણ નાશ થયો છે. આને કારણે શહેરના અનેક ભાગોમાં વીજ સેવા ખોરવાઈ ગઈ હતી. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઝેન્ઝો રેલવે સ્ટેશન પર રેલ્વે લાઇનો ડૂબી ગયા બાદ કેટલીક ટ્રેનો અટવાઈ રહી છે. પોલીસ અધિકારીઓ, ફાયરબ્રિગેડના જવાનો અને અન્ય સ્થાનિક સબ જિલ્લા કર્મચારીઓ બચાવ માટે સ્થળ પર દોડી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરાઇ હતી.

Related posts

ઉત્તર કોરિયામાં ખુશ રહેવા પર સરકારે પ્રતિબંધ લગાવી દીધો

editor

आतंक से मिलकर लड़े भारत-अमेरिका, हमें ४०साल का तजुर्बा

aapnugujarat

जॉनसन का संसद को निलंबित करने का फैसला ‘गैरकानूनी’: ब्रिटेन SC

aapnugujarat

Leave a Comment

UA-96247877-1