Aapnu Gujarat
શિક્ષણ

ધોરણ ૯ થી ૧૧ ના વર્ગો ૨૬ જુલાઈથી શરૂ કરાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર-કમિટીનો વધુ એક મહત્વપૂર્ણ ર્નિણય લેવાયો હતો. રાજ્યની શાળાઓમાં ધોરણ ૯ થી ૧૧ ના વર્ગો સોમવાર-તારીખ ૨૬ જુલાઈ ૨૦૨૧ થી શરૂ થશે.
૫૦ ટકા કેપેસિટી સાથે વર્ગો શરૂ કરી શકાશે-વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રહેશે. શાળામાં વર્ગખંડમાં પ્રત્યક્ષ શિક્ષણ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનો સંમતિપત્રક રજુ કરવાનો રહેશે- ઓનલાઈન શિક્ષણ પ્રથા યથાવત રહેશે. રાજ્યની શાળાઓમાં ધોરણ ૯ થી ૧૧ ના વર્ગોની શાળાઓમાં આગામી તારીખ ૨૬ જુલાઈ ૨૦૨૧- સોમવારથી ફિઝિકલ-ભૌતિક શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો ર્નિણય લેવામાં આવ્યો છે.
કોર કમિટીના આ બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને ઉત્તરોત્તર ઘટતા જતા કોવિડ કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈ દૈનંદીની પ્રવૃત્તિઓ શાળાવર્ગો વગેરે રાબેતા મુજબ પૂર્વવત કરવા અંગે વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તદઅનુસાર સમગ્ર રાજ્યમાં આગામી ૨૬ તારીખ જુલાઈ ૨૦૨૧ થી શાળાઓના ધોરણ ૯ થી ૧૧ ના વર્ગો શરૂ કરવાનો ર્નિણય કર્યો છે. આ વર્ગો ૫૦ ટકા ક્ષમતા સાથે ફરી શરૂ કરી શકાશે. એટલું જ નહિ વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામાં આવી છે. શાળા વર્ગોમાં અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનુંસંમતિપત્રક પણ લાવવાનું રહેશે. આ સાથે ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ પણ યથાવત ચાલુ રાખવામાં આવશે તેવો ર્નિણય પણ મુખ્યમંત્રીએ કોર કમિટીમાં કર્યો છે. ધોરણ ૯ થી ૧૧ ના વર્ગો આગામી ૨૬ જુલાઈ ૨૦૨૧ થી શાળાઓમાં શરૂ થાય ત્યારે કોરોના સંક્રમણ નિયંત્રણની ગાઈડલાઈન્સ- ર્જીંઁનું પાલન થાય તે પણ શિક્ષણ વિભાગે સુનિશ્ચિત કરાવવાનું રહેશે. રાજ્ય સરકારે આ અગાઉ તારીખ ૯ જુલાઈથી ઉચ્ચત્તર માધ્યમિક ધોરણ ૧૨ના વર્ગો તેમજ ડિપ્લોમા-ડિગ્રીના કોલેજ વર્ગો ૫૦ ટકા કેપેસિટીથી શરૂ કરાવેલા છે.

Related posts

ટાટા ઈન્સ્ટિટયુટ ઓફ સોશિયલ સાયન્સીસ-સ્કૂલ ઓફ વોકેશનલ એજ્યુકેશનનો પ્રથમ ગ્રેજ્યુએશન સેરીમની યોજાયો

aapnugujarat

सीबीएसई ने एसी, एसटी छात्रों के लिए बोर्ड परीक्षा शुल्क में २४ गुना वृद्धि करी

aapnugujarat

ડભોઈની સ્કૂલોમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

editor

Leave a Comment

UA-96247877-1