Aapnu Gujarat
Uncategorized

તાપીમાં ન્હાવા પડેલા છ મિત્રો ડૂબ્યા : એકનું મોત

સુરત જિલ્લામાં અનેક એવા રમણીય સ્થળો છે જ્યાં તાપીનો કિનારો લોકો માટે પ્રવાસન સ્થળ બન્યો છે. જાેકે, અહીંયા વાર તહેવારે નદીમાં નાહવા પડેલા લોકોના ડૂબી જવાની ઘટના ઘટે છે છતાં લોકોને તેમાંથી શીખ ન મળી હોય તેવો દાખલો ફરી સામે આવ્યો છે. સુરતના યુવકો તાપીમાં નાહવા માટે બારડોલી આવ્યા હતા અને એકબીજાની નજર સામે જ ડૂબવા લાગ્યા હતા. બારડોલીના વાઘેયા તાપી નદીમાં આજે સ્થાનિક તરવૈયાઓને યુવકો ડૂબી રહેલા દેખાયા હતા. જાેકે, આ યુવકો પાણીના ધસમસતા વહેણમાં ક્યારે તણાવા લાગ્યા તે કોઈને સમજાયું નહીં. જાેત જાેતામાં એકબીજાની નજર સામે જ આ યુવકો ડૂબવા લાગ્યા હતા. દેખાવમાં શાંત પ્રવાહ જેવી લાગતી આ નદીની ઉંડાઈ કે તેના વહેણનો અંદાજાે લગાવ્યા વગર એડવેન્ચર માટે તાપીમાં ગયેલા આ યુવકોને કાળનો સામનો થઈ ગયો. જાેકે, ૬ પૈકીના ચાર યુવકો નસીબદાર હતા એટલે એમનો બચાવ થઈ ગયો.
દરમિયાન નાહવા પડેલા યુવકોમાંથી એકનું મોત થયું હોવાની વિગતો સામે આવી છે. સુરતના પર્વત પાટિયા વિસ્તારનો પ્રવિણ નાહતા નદીમાં ડૂબ્યો અને તેનું દુખદ મોત થયું છે. પ્રવિણ સાથે અન્ય એક યુવક પણ ડૂબ્યો જે લાપતા છે. પ્રવિણની નજર સામે જ ડૂબી રહેલા પિયુષ ગહેલોતનો કોઈ પતો નથી. પિયૂષ પણ મૂળ સુરતના પર્વત પાટિયાનો રહેવાસી છે અને તેની શોધખોળ કરવામાં આવી રહી છે. માતાપિતાને ચોધાર આંસુએ રડતા મૂકીને પ્રવિણનું દુખદ મોત થયું છે. દરમિયાન ઘટના સ્થળે ફાયર બ્રિગેડ, બારડોલી મામલતદાર સહિતનો કાફલો આવી પહોંચ્યો હતો. તરવૈયાઓએ નદીમાં દૂર દૂર સુધી લાપતા થયેલા પિયૂષને શોધવા કવાયત હાથ ધરી છે જાેકે, હજુ સુધી તેની ભાળ મળી નથી.

Related posts

હેલીકોપ્ટર સેવા શરૂ કરાતા દીવથી ૪૫ મિનિટમાં દમણ પહોંચી શકાશે

aapnugujarat

देश का विदेशी मुद्रा भंडार 64.9 करोड़ डॉलर घटकर 428.96 अरब डॉलर

aapnugujarat

બેંકનું કામ પતાવી પરત ફરી રહેલા બે સગા ભાઇના મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1