Aapnu Gujarat
Uncategorized

હેલીકોપ્ટર સેવા શરૂ કરાતા દીવથી ૪૫ મિનિટમાં દમણ પહોંચી શકાશે

દમણ અને દીવ વચ્ચે ૭૫૦ કિલોમીટરનું અંતર છે. જો આપણે રોડથી જવાનું થાય તો ઓછામાં ઓછા ૧૫ કલાકથી વધુ સમય લાગે છે. આ અંતરને જલ્દીથી કાપી શકાય. તાત્કાલિક દમણથી દીવ અને દીવથી દમણ આવી શકાય તે હેતુથી દીવ-દમણના પ્રશાસક પ્રફુલ પટેલે કહ્યું છે કે આ સેવા ટુંક જ સમયમાં શરૂ થશે. આ હેલીકોપ્ટર સેવા શરૂ કરાતા દીવથી ૪૫ મિનિટમાં દમણ પહોંચી શકાશે. તેના માટે મુંબઈથી હેલીકોપ્ટર ટ્રાયલ માટે આવ્યું હતું અને દીવથી ઉડાન ભરી હતી. દીવ દમણ વચ્ચે હેલીકોપ્ટર સેવા શરૂ કરવા દીવ,દમણ, દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવ્યા છે અને આ અંગેની જાહેરાત પણ ૧૫ ઓગષ્ટ સ્વતંત્ર દિને પ્રશાસકે તેમના સંબોધનમાં જણાવ્યું હતું.  તેમણે એ પણ કહ્યું કે આ સુવિધા આવવાથી પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થશે.જેમાં દસ મુસાફરો મુસાફરી કરી શકશે. ૭૦૦ કિ.મી.નો પ્રવાસ રોડ માર્ગે ૧પ થી ૧૬ કલાકનો સમય લાગે છે જયારે હેલીકોપ્ટરની સેવાથી એક જ કલાકમાં દીવથી દમણ પહોંચી શકાશે.

Related posts

सूरत के बाद अब राजकोट में मोदी का भव्य रोड शो होगा

aapnugujarat

વેરાવળ ખાતે તા. ૨૮ ઓગષ્ટ નાં રોજ સર્વ રોગ નિદાન કેમ્પ યોજાશે 

aapnugujarat

સોમનાથ મંદિર ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1