Aapnu Gujarat
ગુજરાત

ધ્રાંગધ્રા સરકારી હોસ્પીટલમાં વેકસીનેસન માટે લાંબી કતાર

સન્ની વાઘેલા, ધ્રાંગધ્રા

રાજ્ય સરકાર દ્વારા કોરોનાને નાખવા માટે દરેક નાગરીક વેક્સીનના ડોઝ લેવા માટે ભલામણ સાથે જાહેરાત કરે છે જેને લઇને લોકો પણ ઘણાખરા જાગૃત થયા છે પરંતુ જાગૃત લોકો જ્યારે વેક્સીન લેવા માટે આરોગ્ય કેન્દ્ર જાય છે ત્યારે તેઓને ધરમના ધક્કા જ ખાવા પડે છે. સરકારની વેક્સીનના જાહેરાત વચ્ચે મયાઁદીત સ્ટોક હોવાના લીધે દરેક આરોગ્ય કેન્દ્રમાં લાંબી કતારો જોવા છે ત્યારે ધ્રાંગધ્રા સરકારી હોસ્પીટલ ખાતે પણ વેક્સીન લેવા આવતા સ્થાનિકો સવારથી લાઇનમાં ઉભા રહેવું પડશે હતુ. જોકે અહિ દરરોજ આ પ્રકારની કતારો નજરે પડે છે પરંતુ જેમ-જેમ દિવસો જાય છે તેમ-તેમ લોકોમાં જાગૃતિ આવતાની સાથે જ વેક્સીનના સ્ટોક પણ ઓછો પડતો જાય છે. આ બાબતે સ્થાનિક હેલ્થ ઓફીસર હિરારામન દ્વારા જણાવ્યુ હતુ કે તેઓને જીલ્લા આરોગ્યમાથી કુલ 400 જેટલી વેક્સીન આપવામા આવે છે જેમા તાલુકા તથા શહેરી વિસ્તારમા સરખા ભાગે આરોગ્ય કેન્દ્રોમા મોકલી અપાય છે. જોકે શહેરી વિસ્તારમા કુલ બેથી ત્રણ વેક્સીનના કેન્દ્રો ખોલવા આવ્યા છે પરંતુ વધુ પડતી ભીડ સરકારી હોસ્પીટલમાં જામતા સ્થાનિક પોલીસને વ્યવસ્થા માટે ગોઠવી પોલીસના બંદોબસ્ત વચ્ચે વેક્સીન આપવામા આવે છે.

Related posts

ડાંગમાં પરેશ ધાનાણીની અટકાયત

editor

ભલગામ માધ્યમિક શાળામાં ઉજાસ ભણી જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

aapnugujarat

Hardik Patel approaches Gujarat HC for relaxation in his bail condition by permitting him to enter Mehsana

aapnugujarat

Leave a Comment

UA-96247877-1