Aapnu Gujarat
Uncategorized

અમદાવાદમાં કર્ફ્યું વચ્ચે નીકળશે રથયાત્રા

અમદાવાદમાં રથયાત્રાને સરકારની મંજૂરી. સમગ્ર રૂટ પર કર્ફ્યૂના અમલ સાથે રથયાત્રા નીકળશે પણ પ્રસાદ આપવામાં આવશે નહીં. તમામ ભક્તોએ ઓનલાઈન દર્શનકરી શકશે.પૂર્વ અને પશ્ચિમને જોડતા તમામ બ્રિજ રથયાત્રા સવારે નીકળી અને પરત નહિ આવે ત્યાં સુધી બંધ રહેશે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જાહેરાત કરી છે.રથયાત્રા રૂટ પર આવતા ગાયકવાડ હવેલી, ખાડિયા, કાલુપુર, શહેરકોટડા, દરિયાપુર, શાહપુર, માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રથયાત્રા દરમ્યાન કર્ફ્યુ રહેશે.રથયાત્રાને પગલે પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

રથયાત્રામાં દર વર્ષે સરસપુરમાં યોજાતુ મામેરુકરવામાં આવશે.પણ  રથયાત્રામાં હાથી, અખાડા, ભજન મંડળીઓ કે ટ્રકને મંજૂરી આપવામાં આવી નથી. આગામી અષાઢી બીજને 12મી જુલાઈના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા કાઢવા માટે રાજ્ય સરકારે શરતી મંજૂરી આપી છે. સંજોગોને ધ્યાને લઈને સરકારે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવાની મંજૂરી આપવામાં આવી છે.

  કેન્દ્રિય ગૃહપ્રધાન અમિતભાઈ શાહ, મંગળા આરતીમાં ભાગ લેશે. રથયાત્રા પર્વે યોજાતી પંહિદ વિધીમાં મુખ્યપ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન નિતીનભાઈ પટેલ ભાગ લેશે તેવી જાહેરાત ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહે જણાવ્યુ હતું. રથયાત્રાની મંજૂરી કરફ્યુના અમલ વચ્ચે યોજાશે.

Related posts

‘નો પરચેઝ’ પેટ્રોલ અભિયાનને રાજકોટમાં સફળતા : ૧૯ ઓગસ્ટે અમદાવાદમાં ઉપવાસ આંદોલન

editor

सोने-चांदी की कीमतों में गिरावट

aapnugujarat

મહુવામાં વીએચપીનાં પ્રમુખની કરાઇ હત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1