Aapnu Gujarat
ગુજરાત

વડોદરામાં હિટ એન્ડ રન કેસ : નબીરાએ બાળકને કચડી નાંખ્યો

વડોદરામાં માંજલપુર પાસે અકસ્માતની ઘટના સામે આવી જેમાં ૭ વર્ષના બાળકનું અપમૃત્યું નિપજ્યું હતું દારૂના નશામાં જીપ ચાલકે એક્ટિવા પર જતા ત્રણ લોકોને ટક્કર મારતા ૭ વર્ષના બાળકનું કરુણ મોત નિપજ્યું હતું ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
શનિવારે સાંજે જીપના ચાલકે મોપેડને ટક્કર મારતાં ૭ વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. માસીના ઘરે રહેતો કવિશ પટેલ જેની ઉંમર સાત વર્ષની છે તે ટ્યૂશન પુરું કરીને માટા ભાઈ બેર સાથે એક્ટિવા પર ઘરે પરત ફરી રહ્યો હતો તે વખતે પૂરપાટ ઝડપી આવતી જીપે એક્ટિવાને ટક્કર મારી હતી જેના કારણે રોડ પર પટકાતા કવિશને માથાના ભાગે ઈજા પહોંચતા જેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે.
મહત્વનું છે જે સમયે અકસ્માત સર્જાયો તે સમયે જીપ ચાલક દારૂના નશામાં હોવાનું મનાઈ રહ્યું છે ઘટના બાદ જીપ ચાલક જીપ મુકી ફરાર થઈ ગયા હતા જીપમાં અન્ય ત્રણ લોકો પણ સવાર હોવાનું સામે આવ્યું છે, માંજલપુર વિસ્તારમાં રોફ જમાવવા પુરપાટ ઝડપે અસામાજિક તત્વો જીપ ચલાવી રહ્યા હોવાની લોકોમાં ચર્ચા થઈ રહી છે.
જીપ ચાલકે હિટ એન્ડ રનની ઘટના બાદ અલવા નાકા પાસે ડીવાઈડર પર જીપ ચઢાવી દીધી હતી. આ પછી જીપ મૂકી જીપ ચાલક ફરાર થયો હતો. જીપ ચાલક ખાનદાની નબીરો હોવાની લોકોમાં ચર્ચા છે. માંજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનામાં આ જીપ માંજલપુરના આરએસપી નેતા ઘનશ્યામ ફૂલબાજેની રેસિંગ જીપ હોવાની ચર્ચા તેમજ ઘનશ્યામ ફૂલબાજેનો પુત્ર જીપ ચલાવતો હોવાની માહિતી સામે આવી છે.
જીપ ચાલક દારૂના નશામાં હોવાની પણ ચર્ચા રહ્યું છે જ્યારે જીપમાં તલવાર જેવા ઘાતક હથિયારો પણ હોવાનાનું મનાઈ રહ્યું છે જીપ ચાલક માંજલપુરના જાણીતા શિવમ ગ્રૃપનો સભ્ય છે જાે કે હજુ સુધી પોલીસ હજી સુધી જીપ ચાલકનો પત્તો લગાવી શકી નથી ત્યારે પોલીસ પર આરોપીઓને છાવરવાનો પ્રયાસ કરતી હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે.

Related posts

પાંચ દિવસ બાદ રસીનો જથ્થો મળતા ઝુંબેશ ફરી શરુ

editor

જય શાહ વિશે લેખ મામલે જવાબદારો હવે હાઇકોર્ટમાં

aapnugujarat

હવે ઉમેદવારોની યાદીને લઇને થોભો ને રાહ જુઓની રણનીતિ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1