Aapnu Gujarat
રાષ્ટ્રીય

હિલ સ્ટેશનો હાઉસફૂલ

કોરોનાની બીજી લહેર ઓછી થતાની સાથે જ પર્યટન ઉદ્યોગ ફરી ધમધમવા માંડ્યો છે. ગુજરાતીઓના ફેવરિટ ટુરિસ્ટ સ્પોટ ગણાતા સિમલા, મનાલી સહીતના હિલ સ્ટેશનો હાઉસફુલ થઈ ગયા છે. જાેકે આ હદે ઉમટેલી ભીડના પગલે કોરોનાની ત્રીજી લહેરની શક્યતા પણ ડરાવી રહી છે.કોરોનાનુ જાેર ઓછુ થતા જ હિમાચલ પ્રદેશની સરકારે રાજ્યમાં પ્રવેશવા માટે રજિસ્ટ્રેશનની શરતો દુર કરી દીધી છે અને તેની સાથે જ સિમલા, મનાલી, ધર્મશાળા, ડેલહાઉસી, ખજિયાર જેવા હિલ સ્ટેશનો પર લોકોનો ભારે ધસારો થતા જ તમામ હોટલો અને હોમ સ્ટે ૧૦૦ ટકા ફુલ થઈ ગયા છે.વાહનોના ધસારાથી આ હિલ સ્ટેશનો ઉભરાઈ રહ્યા છે. એમ પણ મેદાની વિસ્તારોમાં હાલમાં ભારે ગરમી ચાલી રહી છે ત્યારે હિલ સ્ટેશનો પર ફરનારાઓનો ધસારો વધી રહ્યો છે.રાજધાની સિમલામાં જ શનિવાર અને રવિવારના દિવસે ૩૦૦૦ કરતા વધારે વાહનો પહોંચ્યા છે. સિમલા અને મનાલીમાં પગ મુકવાની જગ્યા ના મળે તે હદે લોકોની ભીડ જાેવા મળી રહી છે. લોકોએ જાણે કોરોનાના લોકડાઉનનુ સાટુ વાળવાનુ નક્કી કર્યુ હોય તેમ લાગી રહ્યુ છે. હોટલો દ્વારા આગામી દિવસો માટે પણ એડવાન્સ બૂકિંગ શરૂ કરી દેવામાં આવ્યુ છે.દિલ્હી અને સિમલા તેમજ મનાલી વચ્ચે હવે બસ સેવાઓ પણ શરૂ કરી દેવાઈ છે. જાેકે હાલમાં તેમાં ૫૦ ટકા જ મુસાફરોને બેસાડવામાં આવી રહ્યા છે.કાલકા અને સિમલા વચ્ચેની ટ્રેન સેવાઓ પણ શરૂ થઈ છે અ્‌ને તેમાં પણ તમામ સીટો માટે બૂકિંગ થઈ ગયેલુ જાેવા મળી રહ્યુ છે.

Related posts

કોંગ્રેસ સંગઠનમાં ફેરબદલ : ઘણાં રાજ્યોમાં પ્રભારી નિયુક્ત કરાયા

aapnugujarat

સપ્ટેમ્બરમાં ૧૨ દિવસ બંધ રહેશે બેંકો

editor

ભારત રત્ન વાજપેયી ત્રણ વાર વડાપ્રધાન તરીકે રહ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1