Aapnu Gujarat
મનોરંજન

સરોજ ખાનના જીવન પર બનશે ફિલ્મ

કોરિયોગ્રાફર સરોજ ખાનના જીવન પર ફિલ્મ બનવા જઈ રહી છે. આ વાતની જાહેરાત ટી-સિરીઝના માલિક ભૂષણ કુમારે કરી છે. સરોજ ખાનનું નિધન થઈ ચુક્યુ છે. હવે સરોજ ખાનના જીવન પર ફિલ્મ બનશે. તેમની પ્રથમ પુણ્યતિથિ પર ભૂષણ કુમારે આ વાતની જાહેરાત કરી છે. ટી સિરીઝે બાયોપિક સાથે જાેડાયેલા રાઇટ્‌સ પણ ખરીદી લીધા છે. સરોજ ખાન ભારતના પ્રથમ મહિલા કોરિયોગ્રાફર હતા.
ટી-સિરીઝ ન માત્ર ફિલ્મનું નિર્માણ કરશે પરંતુ તેમણે ફિલ્મોના રાઇટ્‌સ પણ સરોજ ખાનના બાળકો પાસેથી ખરીદી લીધા છે. સરોજ ખાનના પુત્ર રાજૂ ખાન પણ કોરિયોગ્રાફર છે. સરોજ ખાનની પુત્રી સુકૈના ખાને એક અખબારી યાદીમાં કહ્યું- મારા માતાનું ખુબ સન્માન કરવામાં આવ્યું. પરંતુ અમે ખુબ નજીકથી તેમનો સંઘર્ષ અને લડાઈ જાેઈ છે. મને આશા છે કે આ બાયોપિકના માધ્યમથી ભૂષણ જી તેમની કહાની કહી શકશે. તેમને ડાન્સને લઈને જનૂન હતું. તે બધા કલાકારોનું સન્માન કરતા હતા.
રાજૂ ખાને કહ્યુ- મારા માતાને ડાન્સ કરવો પસંદ હતો. તેમણે તેના માટે પોતાનું જીવન સમર્પિત કર્યુ છે. મને ખુશી છે કે હું તેમના પગલા પર ચાલ્યો છું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમનું સન્માન કરવામાં આવ્યું. મને ખુશી છે કે ભૂષણ કુમારે તેમના જીવન પર ફિલ્મ બનાવવાનો ર્નિણય લીધો છે. ભૂષણ કુમારે કહ્યુ- સરોજ જી એ પોતાની છબી દર્શકો સિવાય કલાકારોના દિલમાં છોડી છે. તેમણે કોરિયોગ્રાફીને નવી ઉંચાઈ આપી છે. તે દર્શકોના સિનેમાઘરોમાં લાવવામાં સફળ થયા છે.
સરોજ ખાને માધુરી દીક્ષિતની સાથે ફિલ્મ કલંકમાં કામ કર્યું હતું. આ તેમની છેલ્લી ફિલ્મ હતી. તેમનું ત્રણ વખત રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ ૩૫૦૦થી વધુ ગીત કોરિયોગ્રાફ કરી ચુક્યા છે. સરોજ ખાન ૧૦ વર્ષના હતા ત્યારે ડાન્સર બન્યા હતા. ૧૨ વર્ષની ઉંમરે તેમણે આસિટન્ટ કોરિયોગ્રાફર તરીકે કામ શરૂ કર્યું હતું. તેમણે માધુરી દીક્ષિત સાથે અનેક ગીતોમાં કામ કર્યું હતું.

Related posts

હાઉસફુલ-૪ ફિલ્મને લઇને પુજા હેગડે વ્યસ્ત

aapnugujarat

Convicts of JNU attack should be punished : Anil

aapnugujarat

કંગના રનૌત થઈ ભાવુક

editor

Leave a Comment

UA-96247877-1