Aapnu Gujarat
ગુજરાત

તીથલ બીચ પર ૧૫ ફૂટ ઉંચા ઉછળેલા મોજાઓએ મંદિરની દિવાલ તોડી નાંખી

દક્ષિણ ગુજરાતના ફેવરીટ પિકનિક સ્પોટ ગણાતા તીથલ ખાતે અષાઢી અમાસની મોટી ભરતીના મોજા ૧૫ ફૂટ ઉંચા ઉછળ્યા હતા. આ તોફાની મોજાના કારણે સ્વામીનારાણય મંદિરની પ્રોટેક્શન વોલ ધરાશયી થઈ ગઈ હતી.તો નવસારી જિલ્લાના જલાલપોરના દરિયાઈ ગામ માછીવાડ દરિયામાં પણ ભરતીના મોજા ૧૪ ફૂટ ઉંચા ઉછળવા સાથે સંરક્ષણ દિવાસને ભેદીને પાણી ગામમાં પ્રવેશી જતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. તિથલના દરિયામાં આવેલી ભરતી જોવાનો પર્યટકોને લ્હાવો મળ્યો હતો.રવિવારની રજા હોવાથી મોટી સંખ્યામાં આવેલા સહેલાણીઓએ કેમેરામાં ઉછળતા મોજાની તસવીરો કેદ કરી હતી.મોજાએ સ્વામીનારાયણ મંદિરની દિવાલ તોડી નાંખતા પૂજારી સહીત મોટી સંખ્યામાં લોકો દોડી ગયા હતા.ભરતી બાદ મંદિરની દિવાલના સમારકામની કામગીરી હાથ ધવામાં આવશે.

Related posts

ઇવીએમ કમલમમાં નથી બનતા, કોંગ્રેસવાળા હાર પચાવતા શીખે : નીતિન પટેલ

editor

સવર્ણને વિવિધ લાભો આપવા બિન અનામત આયોગ સક્રિય

aapnugujarat

અમદાવાદીઓને આજથી રાસ્કાનું પાણી મળશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1