Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

….તો કારગિલ યુદ્ઘમાં જ માર્યા ગયા હોત શરીફ અને મુશર્રફ, થયો મોટો ખુલાસો

કારગિલ યુદ્ઘ દરમિયાન એક એવો સમય આવ્યો, જ્યારે ભારતીય સેનાના નિશાના પર પ્રધાનમંત્રી નવાઝ શરીફ અને સેના પ્રમુખ પરવેઝ મુશર્રફ હતા. પરંતુ આ બંને આ હુમલામાં માંડ માંડ બચી ગયા હતા. ભારત સરકારના એક દસ્તાવેજમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે કારગિલ યુદ્ઘ મે-જૂલાઇ ૧૯૯૯ની વચ્ચે કાશ્મીરના કારગિલ જિલ્લામાં થયુ હતુ.
એક સમાચાર અનુસાર, કારગિલ યુદ્ઘમાં ભારતીય વાયુસેના જગુઆર નિશાન ચૂકી ગયા, નહી તો નવાઝ શરીફ અને પરવેઝ મુશર્રફ ત્યારે જ માર્યા ગયા હોત. કારગિલ યુદ્ઘ દરમિયાન ઇન્ડિયન એરફોર્સનું એક જગુઆરે એલઓસીની ઉપરથી ઉડાન ભરી હતી. આ પાછળનો ઉદ્દેશ પાકિસ્તાની સેનાના એક ઠેકાણા પર લેઝર ગાઇડેડ સિસ્ટમથી બોમ્બમારો કરવાનો ટાર્ગેટ સેટ કર્યો હતો. તેની પાછળ આવી રહેલા બીજા જગુઆરને બોમ્બમારો કરવાનો હતો. પરંતુ બીજુ જગુઆર નિશાન ચૂકી ગયુ અને તેનાથી લેઝર બૉસ્કેટની બહાર બોમ્બ પડ્યો. તેનાથી તે ઠેકાણું બચી ગયુ, જ્યાં પરવેઝ અને નવાઝ હાજર હતા.
આ દસ્તાવેજ અનુસાર, જ્યારે ભારતીય વિમાન પાકિસ્તાની ઠેકાણા પર નિશાન લગાવી રહ્યુ હતુ, ત્યારે નવાઝ શરીફ અને પરવેઝ મુશર્રફ ત્યાં હાજર હતા. વાસ્તવમાં આ ઘટનાની વ્યાયક પ્રતિક્રિયાના ડરથી અત્યાર સુધી આ મામલાને સાર્વજનિક નહતો કર્યો.ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાનની વચ્ચે કારગિલ યુદ્ઘ મેથી જૂલાઇ ૧૯૯૯ની વચ્ચે કાશ્મીરના કારગિલ જિલ્લામાં થયુ. પાકિસ્તાની સેના અને કાશ્મીરી ઉગ્રવાદીઓએ એલઓસી પાર કરીને ભારતની જમીન પર પાડી લેવાના પ્રયત્ન કર્યો હતો, પરંતુ પાકિસ્તાનને હારી ગયુ હતુ. જોકે પાકિસ્તાને દાવો કર્યો હતો કે લડનારા દરેક કાશ્મીરી ઉગ્રવાદી હતા, પરંતુ યુદ્ઘમાં મળેલા દસ્તાવેજો અને પાકિસ્તાની નેતાઓના નિવેદનો અનુસાર સાબિત થયુ હતુ કે પાકિસ્તાની સેના પ્રત્યક્ષ રૂપે આ યુદ્ઘમાં શામેલ હતી.

Related posts

Italy’s new pro-Europe govt under PM Conte faces confidence vote in lower house of parliament

aapnugujarat

Soros and India

aapnugujarat

ઇમરાન હાશ્મી કેન્સર પરની ડોક્યુમેન્ટરી ફિલ્મમાં રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1