Aapnu Gujarat
રાષ્ટ્રીય

દહાણુમાં ખાડાને કારણે બુલેટ પરથી ગબડી પડતાં બાન્દ્રાનાં ૩૬ વર્ષીય મહિલા બાઈકરનું મોત

મુંબઈના બાન્દ્રા ઉપનગરનાં રહેવાસી અને બાઈકર તરીકે જાણીતાં જાગૃતિ હોગલેનું દહાણુમાં રસ્તા પરના એક મોટા ખાડાને કારણે બુલેટ પરથી પડી જવાથી થયેલી ગંભીર ઈજાને કારણે મૃત્યુ નિપજ્યું છે.૩૬ વર્ષીય જાગૃતિ દહાણુથી જવ્હાર રોડ તરફ જતાં હતાં ત્યારે એક ખાડાને કારણે તેઓ એમનાં રોયલ એન્ફિલ્ડ બાઈક પરથી પડી ગયાં હતાં અને એક ટ્રકનાં ટાયર નીચે કચડાઈ ગયાં હતાં.  ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ એમનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. આ દુર્ઘટના રવિવારે સવારે બની હતી.જાગૃતિ બાઈકર્ની બાઈકર ક્લબનાં સભ્ય હતાં. આ સંસ્થા દેશભરની મહિલા બાઈકર્સની બનેલી છે. જાગૃતિ એમની બાઈક પર જતાં હતાં અને એક ટ્રકને ઓવરટેક કરવા જતાં હતાં ત્યારે વચ્ચે ખાડો આવતાં તેઓ બુલેટ પરથી સંતુલન ખોઈ બેઠાં હતાં અને નીચે પડી ગયાં હતાં અને એમનું માથું ટ્રકનાં પાછળનાં પૈડાની નીચે આવી ગયું હતું. એ ખાડો વરસાદનાં પાણીથી ભરેલો હતો અને દેખીતી રીતે જાગૃતિની નજરે ચડ્યો નહોતો. આ અકસ્માત રવિવારે સવારે ૯ વાગ્યાની આસપાસ બન્યો હતો. જાગૃતિ અન્ય બે મહિલાની સાથે મુંબઈથી ૧૧૫ કિ.મી. દૂર આવેલા દહાણુ માટે રોડ પ્રવાસે ગયાં હતાં. તેઓ ગૃહિણી હતાં.કોંગ્રેસના કોંગ્રેસી નેતા આર.વી. પાટીલે જાગૃતિનાં મરણ બદલ આઈપીસીની કલમ ૩૦૨ હેઠળ પોલીસ એફઆઈઆર નોંધવામાં આવે એવી માગણી કરી છે.મહારાષ્ટ્રના જાહેર બાંધકામ ખાતાના પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું છે કે સરકારે આ ઘટનામાં તપાસનો આદેશ આપ્યો છે. રસ્તાઓનું સમારકામ ચોમાસું પૂરું થયા બાદ જ કરી શકાશે.

Related posts

ઉદ્ધવ ઠાકરેએ ભાજપાને મહારાષ્ટ્રના ખેડૂતોને સંપૂર્ણ કર્જમુક્તિ મામલે આપી આકરી ચેતવણી

aapnugujarat

राजस्थान में बच्ची की रेप के बाद हत्या

aapnugujarat

पैन को आधार से जोड़ने की समय सीमा 31 मार्च तक बढ़ी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1