Aapnu Gujarat
રમતગમત

ભારતે ઓછા અનુભવવાળી ટીમ શ્રીલંકા મોકલી અપમાન કર્યું છે : રણતુંગા

શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાએ ભારત અને શ્રીલંકા વચ્ચેની સીરિઝ માટે બીજી શ્રેણીની ભારતીય ટીમની યજમાની કરવા માટે દેશના ક્રિકેટ બોર્ડની આકરી ટીકા કરી છે. રણતુંગાએ કહ્યું, આ અપમાનથી ઓછું છે. ભારત અને શ્રીલંકા વચ્ચે ૧૩ જુલાઈથી ૩ વન ડે અને એટલી જ ટી૨૦ મેચોની સીરિઝ રમાશે.
ભારતના કેપ્ટન વિરાટ કોહલી અને સીમિત ઓવરોનો વાઈસ કેપ્ટન રોહિત શર્માની આગામી ટેસ્ટ સીરિઝ માટે ઈંગ્લેન્ડ પ્રવાસ પર હોવાને કારણે શિખર ધવનની આગેવાનીમાં ઓછા અનુભવવાળી ટીમને શ્રીલંકા મોકલવામાં આવી છે. તેમાં છ ખેલાડી એવા છે જેમણે ઈન્ટરેનશનલ મેચ રમી નથી.
બે વર્ષ પહેલા સુધી સરકારમાં મંત્રી રહેલાં પૂર્વ કેપ્ટન રણતુંગાએ કહ્યું, આ બીજી શ્રેણીની ભારતીય ટીમ છે અને તેમનું અહીં આવવું આપણા ક્રિકેટનું અપમાન છે. હું ટેલિવિઝન માર્કેટિંગની જરૂરિયાતોને પૂરી કરવા માટે તેઓની સાથે રમવા પર સહમત થવા માટે વર્તમાન પ્રશાસનને દોષી માનું છું.
શ્રીલંકાની ૧૯૯૬ વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટને કહ્યું, ભારતે પોતાની સર્વશ્રેષ્ઠ ટીમ ઈંગ્લેન્ડ મોકલી છે અને નબળી ટીમ અહીં મોકલી દીધી. હું તેના માટે બોર્ડને દોષી ઠેરવું છે.
ભારતીય ટીમે અત્યારે ક્વોરન્ટાઈન પીરિયડ પૂરો કર્યો છે અને તે પહેલી વન ડે ૧૩ જુલાઈના રોજ રમશે. પૂર્વ ભારતીય કેપ્ટન અને વર્તમાનમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીના પ્રમુખ રાહુલ દ્રવિડ ટીમના મુખ્ય કોચ છે.

Related posts

सर्वाधिक टेस्ट मैच जीतने वाले इंग्लिश कप्तान बने रूट

editor

Atul Wassan appointed as chairman of senior selection committee of DDCA for 2019-20

aapnugujarat

महाराष्ट्र ने हिमाचल को हराया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1