Aapnu Gujarat
રાષ્ટ્રીય

સગર્ભા સ્ત્રીઓ પણ કોરોના વેક્સિન લઇ શકશે

કોરોના સંક્રમણને રોકવા માટે રસીકરણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં સારા સમાચાર છે. હવે સગર્ભા સ્ત્રીઓ પણ કોરોના રસી લઈ શકે છે. આરોગ્ય મંત્રાલયે સગર્ભા સ્ત્રીઓને રસી આપવાના નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઓફ ઇમ્યુનાઇઝેશનના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
આરોગ્ય મંત્રાલયની મંજૂરી પછી, હવે કોઈપણ સગર્ભા સ્ત્રી કોવિન એપ્લિકેશન પર રસીકરણ માટે નોંધણી કરાવી શકે છે. અથવા તમે સીધા નજીકના રસીકરણ કેન્દ્ર પર જઈને રસી લઈ શકે છે.
દેશમાં કોરોનાવાયરસના દૈનિક કેસોમાં સતત ઘટાડો જાેવા મળી રહ્યો છે. એપ્રિલ-મે મહિનામાં કહેર વર્તાવ્યા બાદ હવે કોરોનાની બીજી વેવ ધીમી પડી રહી છે. રાહતના સમાચાર આપતા સરકારે કહ્યું છે કે, હવે પીક પરથી સક્રિય કેસમાં ૮૬ ટકાનો ઘટાડો જાેવા મળી રહ્યો છે. આ સાથે રિકવરી રેટમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની નિયમિત પ્રેસ બ્રીફિંગમાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, ક્લિનિકલ મેનેજમેન્ટ પર સતત ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે, ૩ મેના રોજ ૮૧.૧ ટકા હતો, જે હવે વધીને ૯૭ ટકા થઈ ગયો છે. છેલ્લા અઠવાડિયાની તુલનામાં, કોરોનાના કેસમાં ૧૩ ટકાનો ઘટાડો થયો છે. દેશમાં હાલમાં સરેરાશ ૪૬ હજાર નવા કેસ નોંધાય છે.

કોરોના રસીકરણ અભિયાન વિશે માહિતી આપતાં તેમણે કહ્યું કે, હેલ્થ કેર વર્કર્સમાં ૭૯ ટકાએ બે ડોઝ લઈ લીધી છે. ૧૮.૪૪ વર્ષની વય જૂથમાં ૧૫.૮ ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તે જ સમયે, અત્યાર સુધીમાં ૯૦.૯ ટકા ફ્રન્ટલાઈન વર્કર્સને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને ૯૦.૩ ટકાને બંને ડોઝ આપવામાં આવ્યા છે.

Related posts

બાંગ્લાદેશી ઘૂસણખોરો ચૂંટણી વ્યવસ્થાને ખોખલી કરી રહ્યા છે : અમિત શાહ

aapnugujarat

એપ દ્વારા કોઇપણ જગ્યાથી પાસપોર્ટ માટે અરજી કરાશે

aapnugujarat

બિહારમાં પુરની સ્થિતી ખુબ જ ખરાબ થઇ : મૃતાંક ૩૮૦

aapnugujarat

Leave a Comment

UA-96247877-1