Aapnu Gujarat
રમતગમત

આઈપીએલનો થશે મેગા ઓક્શન

આઈપીએલે બીસીસીઆઈને મોટી કમાણી કરાવી આપી છે. તેને ધ્યાનમાં રાખીને, ભારતીય ક્રિકેટ બોર્ડ આવતા વર્ષે મેગા હરાજી કરવા જઈ રહ્યું છે. આઈપીએલ હરાજીમાં તમામ ફ્રેન્ચાઇઝી કેટલાક ખેલાડીઓને જાળવી રાખી શકે છે. અન્ય તમામની હરાજી કરવામાં આવશે. આવતા વર્ષથી બે નવી ટીમો ઉમેરાઈ જશે. બોર્ડ ટૂંક સમયમાં નવી ટીમો માટે ટેન્ડર બહાર પાડશે.નિયમ મુજબ, તમામ ફ્રેન્ચાઇઝી ત્રણ ખેલાડીઓ જાળવી રાખશે. આ સિવાય બે ખેલાડીઓને આરટીએમ દ્વારા સમાવેશ કરી શકે છે. અન્ય તમામ ખેલાડીઓની બોલી લગાવશે. મુંબઈ ઈન્ડિયન્સે ૫ વખત આઈપીએલનું ટાઇટલ જીત્યું છે. આવી સ્થિતિમાં, મોટાભાગની નજર તેના પર રહેશે. છેલ્લી ફ્રેન્ચાઇઝી કયા ખેલાડીઓ જાળવી રાખે છે? મહેન્દ્રસિંહ ધોનીના ભવિષ્ય અંગે પણ આશંકાઓ છે. શું તે ટીમનો કપ્તાન બનશે? આરસીબીની ટીમ વિરાટ કોહલીને કેપ્ટન તરીકે રાખી શકે છે.આગામી સીઝનથી ટીમોની સંખ્યા ૮ ને બદલે ૧૦ હશે. આવી સ્થિતિમાં મેચની સંખ્યા પણ વધશે. જાેકે બીસીસીઆઈએ ટીમોની સંખ્યામાં વધારો થયા બાદ ટૂર્નામેન્ટનું સ્વરૂપ શું હશે તેની હજી સુધી જાહેરાત કરી નથી. એમાં હાલના રોબિન રાઉન્ડ ઉપરાંત ટીમને બે ગ્રૂપમાં વહેચીને આયોજન કરાઈ શકે છે. સિઝનમાં ૭૬ થી ૯૪ મેચ રમાઈ શકે છે. આ માટે બીસીસીઆઈને મોટી વિંડોની જરૂર પડશે. ખેલાડીઓનું વર્કલોડ પણ વધશે. આવતા વર્ષે ટી -૨૦ વર્લ્ડ કપ મેચ પણ ઓસ્ટ્રેલિયામાં યોજાવાની છે.યુએઈમાં ૧૯ સપ્ટેમ્બરથી આઈપીએલ ૨૦૨૧ ની બાકી રહેલી બીજા તબક્કાની મેચો રમાવા જઈ રહી છે પરંતુ હજુ સુધી તેનું શિડ્યુલ આવ્યું નથી. કોરોના વાયરસને કારણે પહેલા તબક્કામાં ભારત મેચો અધ વચ્ચે બંધ રાખવી પડી હતી. કોરોના સંક્રમણ વચ્ચે ૪ મેના મધ્યમાં ટુર્નામેન્ટ મુલતવી રહી હતી. ત્યાં સુધીમાં લીગ રાઉન્ડની ૨૯ મેચ રમાઈ ચૂકી હતી. હજુ ૩૧ મેચ રમવાની બાકી છે. આ સીઝન પૂરી થયા પછી ટી ૨૦ વર્લ્ડ કપની મેચ પણ યુએઈમાં રમાવાની છે.

Related posts

એશિયા કપ હોકી : પાક પર ભારતની ૩-૧થી જીત થઇ

aapnugujarat

हामिद हसन का चोटिल होना मैच का टर्निंग प्वाइंट साबित हुआ : नायब

aapnugujarat

વડાપ્રધાન મોદી દ્વારા વિરાટ કોહલીનો ફિટનેસ ચેલેન્જ હવે સ્વીકાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1