Aapnu Gujarat
ગુજરાત

વિજ્ઞાનમેળામા સ્વાસ્થ્ય આરોગ્ય અને સ્વચ્છતાની કૃતિ પ્રદર્શિત કરાઈ

વિજયસિંહ સોલંકી, શહેરા

હાલમા કોરોનાની મહામારીને કારણે શાળાઓ-કોલેજોમાં શિક્ષણકાર્ય ઓનલાઇન થઈ રહ્યુ છે.ત્યારે હવે દરવર્ષે યોજાતા વિવિધ શૈક્ષણિક પ્રદર્શનો પણ ઓનલાઇન યોજાઇ રહ્યા છે.
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પંચમહાલ ગોધરા ના સંયુક્ત ઉપક્રમે જીલ્લા સ્તરીય ગણિત વિજ્ઞાન -પર્યાવરણ પ્રદર્શન 2021નો ઓનલાઇન જિલ્લા કક્ષાનો વિજ્ઞાનમેળો-2020-21નો યોજાયો હતો. જેમાં વિભાગ-2 “સ્વાસ્થ્ય આરોગ્ય અને સ્વચ્છતા”- પ્રોજેક્ટ ની કૃતિ શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ડેમલી તરફથી પ્રદર્શિત કરવામાં આવી હતી.બાળ વૈજ્ઞાનિકો તરીકે ડામોર રાહુલ મોતીભાઈ તથા ડામોર મંગલેશ શંકરભાઈ ( ધોરણ 10)દ્વારા રજૂઆત પ્રેઝન્ટેશનકરવામાં આવી હતી. કૃતિમાર્ગદર્શક આયોજક ઈન્દ્રવદન નાથાલાલ પરમાર મદદનીશ શિક્ષક ઉત્તર બુનિયાદી વિદ્યાલય ડેમલી રહ્યા હતા.
શાળા પરિવાર તરફથી રજુ કરવામા આવેલી સ્વાસ્થ્ય આરોગ્ય અને સ્વચ્છતા”- પ્રોજેક્ટ ની કૃતિ રાજ્યકક્ષા સુધી જશે તેવો આશાવાદ વ્યક્ત કરવામા આવ્યો હતો.

Related posts

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને બદનામ કરવા ખોટો અશ્લીલ વીડિયો વાઈરલ કરાયો

aapnugujarat

हर्षोल्लास के साथ, भक्तिभाव के बीच गणेश विसर्जन संपन्न

aapnugujarat

ગુજરાતમાં પાંચ વર્ષમાં ૧૦ લાખ યુવાનોને રોજગારી મળી ચુકી છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1