Aapnu Gujarat
રમતગમત

પુજારા – રહાણેનું ટેસ્ટ ટીમમાં સ્થાન જાેખમમાં

ભારતીય ક્રિકેટ ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર બાદ ભારતીય ટેસ્ટ ટીમમાં ફેરફારની અટકળો લગાવવામાં આવી રહી છે. ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ હાર બાદ ટીમમાં ફેરફારના સંકેત આપ્યા છે. સામે આવેલ જાણકારી અનુસાર બે દિગ્ગજ બેટ્‌સમેન ચેતેશ્વર પુજારા અને અંજિક્ય રહાણે પર લટકતી તલવાર છે.
વીરેન્દ્ર સેહવાગ, રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણની નિવૃત્તિ બાદથી જ પુજારા, કોહલી અને રહાણેએ ટીમ ઇન્ડિયાના મિડલ ઓર્ડરને સંભાળ્યો છે. પરંતુ ચેતેશ્વર પુજારા વિતેલા ૧૮ મેચમાં એક પણ સેન્ચુરી ફટકારી નથી. ઉપરાં પુજારાની સ્લો સ્ટ્રાઈક રેટને કારણે પણ તેને ટીકાનો સામનો કરવો પડ્યો છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ પુજારાએ ખાતું ખોલવા માટે ૩૫ બોલ લીધા હતી.
વિરાટ કોહલીએ કહ્યું, “અમે વિતેલા કેટલાક વર્ષોથી વિશ્વની સૌથી સારી ટીમ બન્યા છે. અમે અમારી ટીમને નીચે પડતી નથી જાેઈ શકતા. અમારે રમત અનુસાર ફેરફાર કરવાની જરૂરત છે. અમે ટૂંકમાં જ મોટા ર્નિણય કરીશું. અમારી પાસે એટલો સમય નથી કે ફેરફાર માટે એક કે બે વર્ષની રાહ જાેઈએ.”
ટીમ મેનેજમેન્ટ હવે યુવા ખેલાડીઓને વધારે તક આપવા માગે છે. ઉપરાંત કેએલ રાહુલના શાનદાર ફોર્મને જાેતા હવે ટીમ ઇન્ડિયા તેને મિડલ ઓર્ડરમાં તક આપી શકે છે. ઉપરાંત હનુમાન વિહારીને પણ હવે વધારે તક આપવામાં આવી શકે છે.

Related posts

पाकिस्तान के पूर्व खिलाड़ियों वसीम अकरम ने भारत की जमकर तारीफ की

editor

प्रो कबड्डी : दबंग दिल्ली ने गुजरात को 34-30 से हराया

aapnugujarat

ऑस्ट्रेलिया ने आखिरी टी-20 में भारत को 12 रनों से हराया

editor

Leave a Comment

UA-96247877-1