Aapnu Gujarat
રમતગમત

રોહિતને સૌથી નાના ફોર્મેટમાં કેપ્ટનશીપ સોંપવી જાેઈએ : પાનેસર

ભારતને ન્યૂઝીલન્ડ વિરુદ્ધ રમાયેલી ઐતિહાસિક વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં મળેલી હાર સાથે જ ધ્યાન ફરીથી વિરાટ કોહલીની કેપ્ટનશીપ તરફ જતું રહ્યું છે. ઇંગ્લેન્ડના પૂર્વ સ્પિનર મોન્ટી પાનેસરને લાગે છે કે રોહિત શર્માને સૌથી નાના ફોર્મેટમાં ભારતની કેપ્ટનશીપ સોંપી દેવી જાેઈએ. તેનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતે આજ વર્ષના અંતમાં પોતાની જ મેજબાનીમાં ટી૨૦ વર્લ્ડ કપ રમવાનો છે. ટીમમાં અલગ અલગ કેપ્ટનને લઈને બહેસ લાંબા સમયથી ચાલી રહી છે, જ્યારે ભારત, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં બધી ફોર્મેટમાં એક જ કેપ્ટન છે.
આઈસીસી ટૂર્નામેન્ટોની મેજબાની સાથે કેટલાક લોકોએ સૂચન આપ્યું છે કે ભારતને સંશાધનોનો સારો ઉપયોગ કરવા માટે એક મોડલ સિલેક્ટ કરવું જાેઈએ અને વિરાટ કોહલી પરથી કેટલોક ભાર પણ હટાવી દેવો જાેઈએ. એમ પહેલી વખતે નથી જ્યારે ક્રિકેટના જાણકારોએ વિચાર્યું કે રોહિત શર્માને ભારતના નેતૃત્ત્વનો અવસર આપવો જાેઈએ. તેણે (રોહિત શર્માએ) આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાની ક્ષમતા દેખાડી છે અને ભારતે તેની કેપ્ટનશીપમાં એશિયા કપ અને નિદહાસ ટ્રોફી પણ જીતી છે.
રોહિત શર્માએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની પોતાની ફ્રેન્ચાઇઝી મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઈ)નો વર્ષ ૨૦૧૩મા પદભાર સંભાળ્યા બાદ એક કેપ્ટનના રૂપમાં ૫ ટાઇટલ અપાવી ચૂક્યો છે. પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં તેણે ભારતીય ટીમને ૧૦ વન-ડે મેચોમાંથી ૮ જીત અપાવી છે, જ્યારે ૧૯ ટી૨૦ મેચોમાંથી ૧૫ જીત અપાવી છે અને માત્ર ૪ મેચ હારી છે. મોન્ટી પાનેસરે કહ્યું, મને લાગે છે કે ટી૨૦ની કેપ્ટનશીપ કદાચ રોહિત શર્માને આપી દેવી જાેઈએ, તે મુંબઈ ઇન્ડિયન માટે વાસ્તવમાં સારું કરતો આવ્યો છે.
તેણે કહ્યું, તમે જાણો છો કે વિરાટ કોહલી અહીં દબાવમાં છે કેમ કે જાે તેની ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ૫ મેચોની સીરિઝમાં સારું પ્રદર્શન નથી કરતી અને આઈસીસી ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧ હારી જાય છે તો તમે જાણો છો શું થશે. મોન્ટી પાનેસરે કહ્યું, મને લાગે છે કે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતને વધારે મુશ્કેલી નહીં થાય, કેમ કે તેની પાસે કાઈલ જેમિસન જેવા બોલર નથી. એ સિવાય ઇંગ્લેન્ડનો ટોપ ઓર્ડર પણ એટલો મજબૂત નથી એટલે મને લાગે છે કે ભારત કદાચ હંમેશાં રમતમાં રહેશે.

Related posts

धोनी को ही लेने दें संन्यास का फैसला : चेतन चौहान

aapnugujarat

संजू सैमसन ऐसा ही खेलते रहे तो टीम इंडिया में स्थान पक्का : वार्न

editor

BCCI विश्व कप के बाद कोच शास्त्री और सहयोगी स्टाफ का कार्यकाल बढ़ाएगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1