Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારતીય સેના ૧૭૫૦ ફ્યુચરિસ્ટિક ઈન્ફન્ટ્રી કોમ્બેટ વ્હીકલ ખરીદશે

લદ્દાખ મોરચે ચાલી રહેલા તનાવ વચ્ચે ભારતીય સેનાએ ૧૭૫૦ ફ્યુચરિસ્ટિક ઈન્ફન્ટ્રી કોમ્બેટ વ્હીકલ ખરીદવાનો ર્નિણય લીધો છે. મેક ઈન્ડિયા હેઠળ ૧૭૫૦ ફ્યુચરિસ્ટિક ઈન્ફન્ટ્રી કોમ્બેટ વ્હીકલ ખરદીવા માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે અને એક સપ્તાહમાં ઈચ્છુક કંપનીઓએ સેના હેડક્વાર્ટરને પોતાનો જવાબ મોકલવાનો છે. જાણકારી પ્રમાણે મેક ઈન ઈન્ડિયા અને આર્ત્મનિભર ભારત અભિયાન હેઠળ આ ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. સેનાએ જાેકે કેટલા વ્હીકલ ખરીદાશે તેનો ખુલાસો નથી કર્યો પણ સૂત્રોનુ કહેવુ છે કે, પહેલા તબક્કામાં ૧૭૫૦ ફ્યુચરિસ્ટિક ઈન્ફન્ટ્રી કોમ્બેટ વ્હીકલનો ઓર્ડર અપાશે.
આ વાહનોને ભારતની ઉત્તરી સીમા પર એટલે કે લદ્દાખ તેમજ સિકિકિમ સેક્ટરમાં તૈનાત કરાવની યોજના છે. આ વાહનોના કારણે સૈનિકોને એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી જવામાં મદદ મળશે. તેમાં એક સાથે આઠ થી દસ સૈનિક બેસી શકશે. ઉપરાંત એન્ટિ ટેન્ક મિસાઈલ તેમજ મશિન ગનથી આ વાહનો સજ્જ હશે.
સેનાના કહેવા પ્રમાણે ફ્યુચરિસ્ટિક ઈન્ફન્ટ્રી કોમ્બેટ વ્હીકલ હાલમાં સેનામાં વપરાઈ રહેલા બીએમપી-૨ પ્રકારના ૮૦ના દાયકાના વાહનોની જગ્યા લેશે. આ વાહનો રશિયા દ્વારા ડિઝાઈન થયેલા છે.

Related posts

નોટબંધી નહીં ટુજી, કોલગેટ, કોમનવેલ્થ કાંડ લૂંટ હતા : જેટલી

aapnugujarat

બજેટ દેશના ખેડૂતોને સમર્પિત હશે : કૃષિમંત્રી રાધામોહન સિંહ

aapnugujarat

ઉત્તર પ્રદેશમાં એક્સપ્રેસ વે પર ૨૦ વાહનો અથડાયાં

editor

Leave a Comment

UA-96247877-1