Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બજેટ દેશના ખેડૂતોને સમર્પિત હશે : કૃષિમંત્રી રાધામોહન સિંહ

(જીકેન્દ્રિય કૃષિ મંત્રી રાધામોહન સિંહે કહ્યું કે, બજેટ દેશના ખેડૂતોને સમર્પિત હશે કારણ કે સરકારે ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્ય રાખ્યો છે. ક્રોપ કેયર ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત એક સંમેલનમાં કૃષિ મંત્રીએ કહ્યું કે, ગર્વની વાત છે કે વિભિન્ન કૃષિ પરિયોજનાઓને લાગુ થવાથી ભારત કૃષિ ક્ષેત્રે અગ્રણી અર્થવ્યવસ્થાઓમાં આવી ગયું છે.
કૃષિ મંત્રીએ કહ્યું કે, કૃષિ ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે સરકારે કરેલા સુધારાથી આમૂલ પરિવર્તન આવ્યું છે અને આગામી બજેટ ૨૦૧૯ ખેડૂતોને સમર્પિત હશે.
તેમણે કહ્યું કે, અગાઉની સરકારે ૨૦૦૯-૨૦૧૪ દરમિયાન કૃષિ મંત્રાલય દ્વારા ૧.૨૧ લાખ કરોડ રૂપિયાનું આયોજન કર્યું હતું જ્યારે મોદી સરકારે આને વધારો કરીને ૨૦૧૪-૨૦૧૯ દરમિયાન ૨.૧૧ લાખ કરોડ રૂપિયા કર્યા છે.

Related posts

ભારત કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ્દ નહિ કરે ત્યાં સુધી વાતચીત નહીં : ઈમરાન ખાન

editor

લીંબુએ કાઢ્યો સામાન્ય પ્રજાનો રસ !

aapnugujarat

पी चिदंबरम की अपील – किसी भी अधिकारी ने कुछ गलत नहीं किया, न हो गिरफ्तारी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1