Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસી જાહેર

આજે રાજ્ય સરકારે ઇલેક્ટ્રીક વ્હીકલ પોલીસી જાહેર કરી છે. લોકો ઇલેક્ટ્રીક વ્હિકલ વાપરવા પ્રોત્સાહન આપવા માટે આ પોલીસી જાહેર કરવામાં આવી છે. આ પોલીસી ચાર વર્ષ માટે લાગુ રહેશે. ઇ-વાહન જેવા કે ૨,૩ અને ૪ વ્હિલર પર આ પોલીસી લાગુ પડશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પોલીસીની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, ત્યારે પેટ્રોલ-ડીઝલની ખપત થાય તે માટે ગુજરાતમાં ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસી લાગુ કરવામાં આવી છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજીને ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસીમાં મળનારી સબસીડીની માહિતી આપી હતી. જેમાં ૨ વ્હીલર માટે ૨૦ હજાર અને ૪ વ્હીલર માટે દોઢ લાખ રૂપિયાની સબસીડી આપવાની જાહેરાત કરવામાં આવી છે.સીએમ રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાત પહેલું રાજ્ય બનશે જે આવનારા ૪ વર્ષ માટે આ પોલીસી લાગુ કરશે.
તેમણે પોલીસી અંગે માહિતી આપતાં કહ્યું કે, ૨ વ્હિલર માટે ૨૦ હજાર સબસિડી સરકાર આપશે. જ્યારે ૩ વ્હિલર માટે ૫૦ હજાર અને ૪ વ્હિલર માટે ૧.૫ લાખની સબસિડી સરકાર આપશે. આ પોલીસી ૬ લાખ કાર્બન ઉત્સર્જન અટકાવશે અને રાજ્યને પ્રદૂષણમુક્ત બનાવશે.સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ચાર્જિંગ સ્ટેશનો પર કેપિટલ સબસિડી આપવામાં આવશે. હોટેલ જેવા સ્થળો પર ચાર્જિંગ સ્ટેશન બનાવવામા આવશે. રાજ્યમાં ૫૦૦ જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું આયોજન છે. ધારણાં છે કે, ૧.૧૫ લાખ સ્કૂટ, ૭૫ હજાર રીક્ષા અને ૨૫ હજાર કાર ટૂંક સમયમાં શરૂ થાય. સબસિડી પ્રતિ કિલો વોટ પ્રમાણે આપવામા આવશે. ૨૫૦ જેટલા ચાર્જિંગ સ્ટેશનને હાલ મંજૂર અપાઇ છે, આગામી સમયમાં ૨૫૦ ચાર્જિંગ સ્ટેશનને મંજૂરી અપાશે. ૨૫ ટકા સબસિડી ૧૦ લાખની મર્યાદામાં આપવામા આવશે.તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારે અન્ય રાજ્યો કરતાં ઉદારતાપૂર્વક જાહેરાત કરી છે. સબસીડી આપનારું ગુજરાત પ્રથમ રાજ્ય બનશે. મારુતિ સાથે ત્રણ જાપાનિઝ કંપની પણ પ્રોડક્શન શરુ કરી દેશે.

Related posts

Once again Dengue hits Gujarat

aapnugujarat

હવે ખેડા જિલ્લા પંચાયતમાં ભાજપને બે તૃત્યાંશ બહુમતિ

aapnugujarat

અમિત શાહ ફરીથી ગુજરાતના પ્રવાસે આવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1