Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશમાં કાળાબજાર થઇ રહ્યા છે : સુપ્રીમ

કોરોના વાઇરસને કારણે મોતને ભેટેલા લોકોના પરિવારને ચાર લાખ રૂપિયાની સહાય આપવાની માગણી કરતી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં થઇ છે. જેની સુનાવણી વેળાએ કેન્દ્રએ કહ્યું હતું કે અમારી પાસે આટલી રકમનું વળતર આપવા માટે નાણા નથી.આ મામલે સોમવારે સુનાવણી થઇ જેમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રને સવાલ કર્યો કે સહાય ન આપવાનો ર્નિણય શું પીએમ મોદીના આગેવાનીમાં એનડીએમએ દ્વારા લેવાયો છે?
આ સાથે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એમ પણ કહ્યું કે લાભાર્થીઓના મનમાં કોઇ પણ પ્રકારની હતાશા હોય તો તેને દુર કરવા માટે એકસમાન વળતર યોજના તૈયાર કરીને કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારને ચાર લાખની સહાય અંગે વિચાર વિમર્શ કરવો જાેઇએ.કેન્દ્ર સરકારે સોમવારે જણાવ્યું હતું કે અમારી પ્રાથમિક્તા કોરોના મહામારીથી લોકોને બચાવવાની છે હાલ નહીં કે મૃતકોના પરિવારને આર્થિક સહાય કરવાની. કેન્દ્રએ સાથે એવો પણ દાવો કર્યો હતો કે આવા પરિવારને સહાય કરવા માટે અમારી પાસે પુરતા પૈસા નથી.બાદમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અશોક ભુષણ અને ન્યાયાધીશ એમ આર શાહની બેંચે કેન્દ્ર વતી હાજર સોલિસિટર જનરલ તુષાહ મેહતાને કહ્યું હતું કે તમે (કેન્દ્ર) એવુ સ્પષ્ટીકરણ કરી રહ્યા છો કેમ કે કેન્દ્ર પાસે પૈસા નથી.જાેકે આ પ્રકારનો તર્ક આપવાથી વ્યાપર દુષ્પરિણમ થશે. કોરોનાને કારણે મૃત્યુ પામેલાના પરિવારને ચાર લાખની સહાયની માગણી કરતી બે અરજી સુપ્રીમ કોર્ટમાં થઇ છે. આ સમગ્ર મામલે દલિલો બાદ સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે.સાથે જ સુપ્રીમ કોર્ટે કોરોનાને કારણે મૃત્યુ પામેલા માટે વિશેષ ડેથ સર્ટિફિકેટ અંગે પણ સુનાવણી કરી હતી. કોર્ટે કહ્યું કે શું તેમ કહી શકાય કે કોરોનાને કારણે મૃત્યુ પામેલાને આ પ્રકારના મૃત્યુ પ્રમાણપત્ર આપી શકાશે? કોર્ટે સાથે એમ પણ કહ્યું કે માનવતા મરી પરવારી છે, કાળાબજારી ચાલી રહી છે.

Related posts

પેટ્રોલ -ડિઝલનાં ભાવમાં દરરોજ બદલાવથી નાખુશ પંપ માલિકો હડતાળ પર જશે

aapnugujarat

मनुवादी राम ने दलित हनुमान को गुलाम बनाया : बीजेपी सांसद सावित्री बाई फुले

aapnugujarat

બિહારમાં પણ ‘પદ્માવતી’ પર પ્રતિબંધ, નીતિશે કહ્યું- ભણસાલી તમામ પક્ષોને સંતુષ્ટ કરે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1