Aapnu Gujarat
ગુજરાત

અમિત શાહ ફરીથી ગુજરાતના પ્રવાસે આવશે

ગાંધીનગર અને પંચમલાહલના કાર્યક્રમો કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારમંત્રી અમિત શાહ હાજરી આપવા માટે ગુજરાત આવી રહ્યા છે. અગાઉ 10 એપ્રિલે શાહ ગુજરાત આવ્યા હતા અને હવે આ મહિનામાં જ તેમનો બીજો પ્રવાસ યોજાવા જઈ રહ્યો છે. 10 એપ્રિલના રોજ તેમની હાજરીમાં ગુજકોમાસોલના ગાંધીનગરના નવનિર્મિત ત્રિભુવનદાસ પટેલ સહકાર ભવનનું ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્દઘાટન કરાયું હતું.

ત્યારે તેેઓ ફરીથી તેમના મત વિસ્તારમાં આવી, ગાંધીનગરના કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયના પદવીદાન સમારોહમાં હાજરી આપશે, ખાસ કરીને પંચમહાલમાં ડેરી અને પીડીસી બેન્કના કાર્યક્રમમાં તેમની વિશેષ હાજરી રહેશે. ફરીથી એક વખત ગુજરાતના પ્રવાસ આવશે, અમિત શાહની ગુજરાત મુલાકાત નક્કી થઈ ગઈ છે. સહકારીતા મંત્રી તરીકેના કાર્યક્રમમાં તેમની આ હાજરી તો આપશે પરંતુ તેમના મત વિસ્તારમાં પણ તેમની હાજરી રહેશે. જ્યાં તેઓ સંબોધિત પણ કરે તેવી શક્યતાઓ છે.

એપ્રિલ મહિનામાં તેઓ આવ્યા હતા અને ગુજકોમાસનું લોકાર્પણ કર્યું હતું ત્યાર બાદ તેઓ ફરીથી ગુજરાત આવવાના છે. જેમના આગમનને લઈને અત્યારથી રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

સહકાર ક્ષેત્ર દેશના આર્થિક વિકાસનું ત્રીજુ મોડેલ છે. આ ત્રીજા મોડેલ દેશના વિકાસ માટે ઉપયોગી અને અનુકુળ મોડલ છે. તેને મજબૂત કરી જનજન સુધી તેનો ફાયદો કરાવવો તથા દેશના વડાપ્રધાનના સ્વપ્ન ૫ ટ્રીલિયન ડોલર ઇકોનોમિને હાંસલ કરવા ગ્રામીણ ક્ષેત્રને જોડવાનું કામ કરવું ખૂબ જરૂરી છે, તેવું ગુજકોસામના લોકાર્પણ કાર્યક્રમમાં જણાવ્યું હતું અને સહકારીતા ક્ષેત્રે ભાર મુક્યો હતો.

Related posts

સગી કાકીએ એક વર્ષનાં ભત્રીજાને મારી નાંખ્યો

aapnugujarat

चांदखेडा क्षेत्र में स्पीड से जा रही कार दीवार से टकरा ने से ड्राईवर की मौत

aapnugujarat

इले. एक्ट की धारा-६८ की संविधानीय कानूनता को चुनौती : हाईकोर्ट में किसानों की रिट याचिका

aapnugujarat

Leave a Comment

UA-96247877-1