Aapnu Gujarat
Uncategorized

વૈષ્ણોવદેવી ફ્લાય ઓવરનું અમિત શાહે લોકાર્પણ કર્યું

સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા હતા. તેઓએ અમદાવાદ ગાંધીનગરને જાેડતા એસ.જી હાઇવે પર વૈષ્ણોવદેવી સર્કલ ફ્લાય ઓવરબ્રિજ લોકો માટે ખુલ્લો મૂક્યો છે. આ પહેલા સવારે તેઓએ બોડકદેવ રસીકરણ કેન્દ્ર પર ઉપસ્થિત રહીને રસીકરણના મહાઅભિયાનના કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો. જે બાદ અમિત શાહે વૈષ્ણોવદેવી સર્કલ ફ્લાય ઓવરબ્રિજનું ઉદ્‌ઘાટન કર્યું છે. આ ઉપરાંત ખોડિયાર કન્ટેનર ડેપો પાસે બનાવેલા ફલાય ઓવરબ્રિજનું ઉદ્‌ઘાટન પણ કર્યું હતું. રૂ.૨૮ કરોડના ખર્ચે દોઢ કિલોમીટર લાંબા ફ્લાય ઓવરબ્રિજના કારણે ટ્રાફિકની મોટી સમસ્યા દૂર થઈ જશે. આ બ્રિજનાં લોકાર્પણ કાર્યક્રમમાં સીએમ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાજ્યનાં ગૃહમંત્રી પ્રદીપસિંહ પણ હાજર રહ્યાં હતા. બોડકદેવ રસીકરણ કેન્દ્ર પર ઉપસ્થિત રહીને રસીકરણના મહા અભિયાન કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો. જ્યાં તેમણે સંબોધનમાં વધારેમાં વધારે લોકો રસી લે તેવી અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, કોરોના રસીકરણ અભિયાન વધુ ઝડપી કરવામાં આવશે. યુવાનોને મફતમાં વેક્સિન આપવામાં આવશે. મને આશા છે કે, કોરોનાનું સંક્રમણ હવે ઘટશે. મોદીજીના ર્નિણયના કારણે આખા વિશ્વમાં વેક્સિનેશનમાં આપણે આગળ છીએ. જે લોકોએ ૧ ડોઝ લીધો છે તેઓ સમયસર બીજાે ડોઝ લઇ લે. કારણ કે ૨ ડોઝ લીધા પછી જ વેક્સિનની અસર સારી થશે. વૈષ્ણોદેવી સર્કલ પર બનીને તૈયાર થયેલા વિશાળ બ્રિજને બનાવવાનો ખર્ચ ૨૮ કરોડ રુપિયા થયો છે. આ અંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે, ૨૮ કરોડ રૂપિયાના ખર્ચે સરખેજ-ગાંધીનગર હાઈવે પર નિર્મિત વૈષ્ણોદેવી સર્કલ પરના ફલાય ઓવર નું કામ પૂર્ણ થયુ છે જે આગામી ટૂક સમયમાં નાગરિકો માટે ખૂલ્લો મૂકાયો છે. જેના પરિણામે દૈનિક એક લાખથી વધુ વાહનો અહીથી પસાર થાય છે તે તમામ નાગરિકોના સમય અને ઈંધણની બચત સાથે સુરક્ષિત મુસાફરી મળશે અને ટ્રાફિકના પ્રશ્નો હલ થશે. નોંધનીય છે કે, અમદાવાદ અને ગાંધીનગરને જાેડતા એસજી હાઈવે પર સરદાર પટેલ રિંગરોડના વૈષ્ણોદેવી સર્કલ પર જે ચાર રસ્તા બને છે ત્યાં સૌથી વધુ ટ્રાફિક જાેવા મળે છે આવામાં પિક અવર્સમાં અહીં ટ્રાફિક વધી જતો હોય છે જેનાથી આ બ્રિજ બન્યા બાદ મુક્તિ મળી શકશે.

Related posts

પ્રેમિકાના બાપની પ્રેમીએ હત્યા કરી

aapnugujarat

રાણીપમાં સિલિન્ડર બ્લાસ્ટ : ૨ લોકોના મોત

editor

ભાજપના નેતા એટલા ગરીબ નથી કે ગૌચરની જમીન આપવી પડેઃ હાર્દિક પટેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1