Aapnu Gujarat
ગુજરાત

ભાવનગરમાંથી ડીગ્રી વગરનો બોગસ ડોકટર ઝડપાયો

સુરેશ ત્રિવેદી, ભાવનગર

ભાવનગર જીલ્લામાં શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ડીગ્રી વિના દવાખાના ખોલી બેઠેલ બોગસ ડોકટરો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ડોકટરોને ઝડપી પાડવા ભાવનગર રેન્જના આઇ.જી.પી.શ્રી અશોક કુમાર  તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ એ ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને ભાવનગર જીલ્લા પોલીસને આવા બોગસ ડોકટરોને ઝડપી પાડવા સુચન કરેલ.

  જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસે ભાવનગર પ્રેસ રોડ, વાલ્કેટ પાસે ડીગ્રી વિના દવાખાનુ ખોલી બેઠેલ પ્રવિણભાઇ પરષોતમભાઇ સોલંકી દવાખાનુ ખોલી બેસેલ જેને દવાખાનેથી જુદી-જુદી એલોપેથીક દવાઓ તથા મેડીકલ સાધનો મળી કુલ રૂપિયા ૧૩,૧૩૪/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી મજકુર સામે કાયદેસર કાર્યવાહી કરી એસ.ઓ.જી.ના પોલીસ કોન્સ. પાર્થભાઇ પટેલે મેડીકલ પ્રેક્ટીસનર એકટ તળે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો. અને આગળની તપાસ ગંગાજળીયા પોલીસ ચલાવી રહી છે.    આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટરશ્રી કે.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. યુસુફખાન પઠાણ તથા જગદીશભાઇ મારૂ તથા પોલીસ કોન્સ. હારીતસિંહ ચૌહાણ તથા પાર્થભાઇ પટેલ  તથા ડ્રાઇવર પરેશભાઇ પટેલ જોડાયા હતા.

Related posts

કંડલા પોર્ટ પરથી ૧૨.૫ મેટ્રિકટન ભેળસેળયુક્ત જીરાનો જથ્થો જપ્ત

aapnugujarat

ત્રાસવાદ સામે મોદી શાસનમાં ઝીરો ટોલરન્સની નીતિ : અમદાવાદમાં યોગી આક્રમક અંદાજમાં દેખાયા

aapnugujarat

Gujarat bags two awards in the Health Sector from the Central Government

aapnugujarat

Leave a Comment

UA-96247877-1