Aapnu Gujarat
રમતગમત

અઝહરને હૈદ્રાબાદ ક્રિકેટ એસોસિએશનના અધ્યપક્ષ પદેથી હટાવાયા

પૂર્વ ભારતીય ક્રિકેટર મહોમંદ અઝહરુદ્દીનને મોટો ઝાટકો લાગ્યો છે.અઝહરને હૈદ્રાબાદ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.એસોસિએશનની મેનેજિંગ કમિટીએ એક દિવસ પહેલા અઝહરને કારણ દર્શક નોટિસ ફટકારી હતી અને તેમાં કહેવામાં આવ્યુ હતુ કે, જ્યાં સુધી તેમની સામેના ભ્રષ્ટાચારના મામલાની તપાસ પૂરી નથી થતી ત્યાં સુધી તેઓ સસ્પેન્ડેડ રહેશે.સાથે સાથે તેમનુ સભ્યપદ પણ રદ કરી દેવામાં આવ્યુ છે.
નોટિસમાં તેમના પર મનમાની કરવાના, પોતાના હિતોના ટકરાવ અંગે જાણકારી નહીં આપવાના તેમજ ભ્રષ્ટાચારના પણ આરોપ મુકવામાં આવ્યા છે.સાથે સાથે કહેવામાં આવ્યુ છે કે, તમારી સામે સભ્યોની ફરિયાદો આવી હતી.તેના પર વિચાર કર્યા બાદ હવે તમને નોટિસ ફટકારવામાં આવી છે.તમે નિયમોનુ ઉલ્લંઘન કર્યુ છે.જ્યાં સુધી આરોપોની તપાસ પૂરી નહીં થાય ત્યાં સુધી તમારુ સભ્યપદ પણ રદ કરવામાં આવ્યુ છે.અઝહરુદ્દીનને ૨૦૧૯માં એચસીએના પ્રમુખ બનાવાયા હતા.એ પછી તેઓ સતત વિવાદોમાં રહ્યા છે.
હૈદ્રાબાદ ક્રિકેટ એસોસિસેશનનો આક્ષેપ છે કે, અઝહર દુબઈની ખાનગી ક્રિકેટ ક્લબના સભ્ય હોવાનો ખુલાસો કર્યો નહોતો.આ ક્લબ જે ટુર્નામેન્ટમાં ભાગ લે છે તેને ભારતના ક્રિકેટ બોર્ડે માન્યતા આપી નથી.

Related posts

क्रिकेट के क्रिस्टियानो रोनाल्डो है विराट : लारा

aapnugujarat

જયસૂર્યા પર પત્નીનો પોર્ન વીડિયો લીકનો આરોપ

aapnugujarat

ISSF World Cup: Manu Bhaker-Saurabh Chaudhary wons gold medal in 10m Air Pistol

aapnugujarat

Leave a Comment

UA-96247877-1