Aapnu Gujarat
રમતગમત

જયસૂર્યા પર પત્નીનો પોર્ન વીડિયો લીકનો આરોપ

શ્રીલંકન ટીમના પૂર્વ કેપ્ટન અને હાલની સત્તાધારી પક્ષના મંત્રી સનથ જયસૂર્યા પર પોતાની જ પૂર્વ પત્ની સાથે સેક્સ માણતો વીડિયો લીક કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ મામલે શ્રીલંકાની નેશનલ સેન્ટર ફોર સાયબર સિક્યુરિટીમાં કેસ પણ નોંધવામાં આવ્યો છે.લીક થયેલા વીડિયોમાં સનથ જયસૂર્યા તેની એક્સ પાર્ટનર સાથે સેક્સ માણી રહેલો બતાવવામાં આવે છે. જોકે આ યુવતી સાથે જયસૂર્યાના છુટાછેડા થઈ ગયા છે, પરંતુ તેના પર એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે પૂર્વ પત્ની સાથે બદલો લેવા માટે જયસૂર્યાએ આ વીડિયો લીક કર્યો છે.જોકે હવે આ પૂર્વ પત્ની એક મોટા બિઝનેસમેનની પત્ની છે અને જયસૂર્યા પર બદલો લેવાનો આરોપ તેણે જ મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે જયસૂર્યાએ અત્યારસુધીમાં ત્રણ લગ્નો કર્યા છે અને ત્રણેય લગ્નો લાંબો સમય ટકી શક્યા નથી. ત્રણેય લગ્નો છેલ્લે છુટાછેડામાં જ પરિણમ્યા છે.વીડિયોમાં દેખાતી તેની પૂર્વ પત્નીનું કહેવું છે કે તે લોકો જ્યારે પ્રેમમાં હતા ત્યારે સનથે જ આ વીડિયો બનાવ્યો હતો. જયસૂર્યાએ એવી રીતે વીડિયો લીક કર્યો છે કે જોતજોતામાં આખી દુનિયામાં આ વીડિયો પહોંચી ચૂક્યા છે એટલે હવે તેને રોકવો પણ મુશ્કેલ છે.

Related posts

La Liga : Barcelona defeated Sevilla by 4-0

aapnugujarat

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ફાઇટ ટુ ફિનિશ જંગ

aapnugujarat

ડેવિડ મિલરની લક્ષ્યનો પીછો કરવામાં ૧૫૦થી વધુની એવરેજ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1