Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોવેક્સિનમાં વાંછરડાના સીરમના ઉપયોગ મુદ્દે ભારત બોયોટેકે સ્પષ્ટતા કરી

દેશમાં કોરોના વાયરસને માત આપવા માટે વેક્સિનેશનનું કામ ચાલી રહ્યું છે. પરંતુ વેક્સિનને લઈ સતત વિવિધ પ્રકારની વાતો સામે આવી રહી છે. આ બધા વચ્ચે કોંગ્રેસી નેતા ગૌરવ પાંધીએ ભારત બાયોટેકની કોવેક્સિનને લઈને એક દાવો કર્યો છે. ગૌરવના કહેવા પ્રમાણે કોવેક્સિન બનાવવા માટે ગાયના વાંછરડાના સીરમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ દાવો તેમણે એક આરટીઆઈમાં મળેલા જવાબના આધાર પર કર્યો છે. તેમના આ નિવેદનને લઈને કોવેક્સિન અંગેનો વિવાદ વધુ તેજ થયો છે અને ભારત બાયોટેક પણ પોતાના તરફથી સ્પષ્ટતા કરવી પડી છે.
કોંગ્રેસી નેતા ગૌરવ પાંધીનું કહેવું છે કે, કોવેક્સિનમાં ૨૦ દિવસ કરતાં ઓછી ઉંમર ધરાવતા ગાયના વાંછરડાના સીરમનો ઉપયોગ કરવામાં આવે છે. જાે એવું હોય તો સરકારે પહેલેથી આ અંગે જાણકારી શા માટે ન આપી, કારણ કે તેનાથી ધાર્મિક લાગણી દુભાઈ શકે છે.
ગૌરવે ટ્‌વીટમાં લખ્યું હતું કે, એક આરટીઆઈના જવાબમાં મોદી સરકારે સ્વીકાર્યું છે કે, કોવેક્સિનમાં ગાયના વાંછરડાના સીરમનો ઉપયોગ થાય છે. તેમાં ૨૦ દિવસ કરતાં ઓછી ઉંમરના વાંછરડાને મારીને તેનો ઉપયોગ કરવામાં આવે છે જે જઘન્ય અપરાધ છે. આ જાણકારી સૌથી પહેલા લોકોની સામે આવવી જાેઈએ. ગૌરવ પાંધીએ આ મુદ્દે અન્ય ઘણી ટ્‌વીટ કરી છે અને ગંભીર સવાલો પણ કર્યા છે.
જે આરટીઆઈ શેર કરવામાં આવી છે તેમાં જાણકારી આપવામાં આવી છે કે, કંપનીઓ દ્વારા આપવામાં આવેલા ડેટા પ્રમાણે ગાયના વાંછરડાના સીરમનો ઉપયોગ વીરો સેલ્સની રિવાઈવલ પ્રોસેસ માટે કરવામાં આવે છે.
આ દાવા બાદ સોશિયલ મીડિયામાં સતત કોવેક્સિનને લઈ સવાલો થઈ રહ્યા છે. આ તમામ સવાલો વચ્ચે ભારત બાયોટેકે સ્પષ્ટતા પણ આપી છે. ભારત બાયોટેકના કહેવા પ્રમાણે વાયરલ વેક્સિનના નિર્માણ માટે ગાયના વાંછરડાના સીરમનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ સેલ્સના ગ્રોથ માટે થાય છે પરંતુ જીછઇજી ર્ઝ્રફ૨ વાયરસના ગ્રોથ કે ફાઈનલ ફોમ્ર્યુલામાં તેનો ઉપયોગ નથી થયો.
ભારત બાયોટેકના કહેવા પ્રમાણે કોવેક્સિન સંપૂર્ણપણે શુદ્ધ વેક્સિન છે જેને તમામ અશુદ્ધિઓ દૂર કરીને તૈયાર કરવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં અનેક દશકાઓથી વેક્સિન નિર્માણ માટે વાંછરડાઓના સીરમનો ઉપયોગ થઈ રહ્યો છે. છેલ્લા આશરે ૯ મહિનાથી આ અંગે સાર્વજનિક પ્લેટફોર્મ પર જાણકારી આપી દેવાઈ છે.

Related posts

अनुच्छेद ३७० : सरकार का फैसला सही, नेहरू ने भी इसे बताया था अस्थायी : दीपेंदर सिंह हुड्डा

aapnugujarat

પુલવામાં હુમલાની તપાસમાં મારુતિ સુઝુકીના એન્જિનિયરોની મદદ લેવાઈ

aapnugujarat

કર્ણાટકમાં સુરક્ષાની વચ્ચે આવતીકાલે મતદાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1