Aapnu Gujarat
બિઝનેસ

ડોમિનિકા કોર્ટે ચોક્સીના કેસમાં સુનાવણી ૨૫ જૂન સુધી મુલતવી રાખી

ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીના કેરેબિયન દેશ ડોમિનિકામાં ગેરકાયદેસર પ્રવેશના કેસમાં સુનાવણી ૨૫ જૂન સુધી મુલતવી રાખવામાં આવી છે. ડોમિનિકાના સ્થાનિક મીડિયા અનુસાર આ ખબર આવી હતી.
મીડિયા વેબસાઇટ ‘નેચરઆઈસલેન્યૂઝ’ અનુસાર સોમવારે મેજિસ્ટ્રેટ કોર્ટે ચોક્સીના ૨૩ મેના રોજ દેશમાં ગેરકાયદેસર પ્રવેશના કેસની સુનાવણી શરૂ કરી હતી. ચોક્સીની કાનૂની ટીમે ડોમિનિકા ચાઇના ફ્રેન્ડશીપ હોસ્પિટલના ડોકટરોનું મેડિકલ સર્ટિફિકેટ કોર્ટમાં રજૂ કર્યું, જેમાં જણાવાયું છે કે, ચોક્સી માનસિક તાણમાં છે અને તેનું બ્લડ પ્રેશર વધી ગયું છે.
મુખ્ય ન્યાયધીશ કેરેટ જાેર્જે સમગ્ર મામલે સુનાવણી ૨૫ જૂન સુધી સ્થગિત કરી દીધી છે અને ચોક્સીને હોસ્પિટલમાં પોલીસ દેખરેખ હેઠળ રાખવાનો આદેશ આપ્યો છે. તેમણે અધિકારીઓને ચોક્સીને વધુ કસ્ટડી માટે ૧૭ જૂને કોર્ટ સમક્ષ રજૂ કરવા જણાવ્યું હતું.
ચોક્સી પંજાબ નેશનલ બેન્કમાં ૧૩,૫૦૦ કરોડ રૂપિયાના કૌભાંડ મામલે વોન્ટેડ છે. લંડનમાં ચોક્સીના વકીલ માઇકલ પોલકે સોમવારે એક નિવેદન બહાર પાડીને એવો દાવો કર્યો હતો કે, કેટલાક નવા પુરાવા મળ્યા છે જે સૂચવે છે કે બાર્બરા જબારીકા બોટ પર રોકવા માટેના બુકિંગને શોધી રહી હતી. ચોક્સી છેલ્લે બારબરા સાથે જાેવા મળ્યો હતો. પોલાકે બે વીડિયો પણ જાહેર કર્યા છે.

Related posts

ઓનલાઇન કંપનીઓએ પણ બતાવવી પડશે એમઆરપી

aapnugujarat

દલાલ સ્ટ્રીટમાં જીડીપી ડેટા તેમજ શેર બાયબેકની અસર જોવા મળશે

aapnugujarat

ગ્રેજ્યુએટી અવધિ ૫ વર્ષથી ઘટાડી ત્રણ વર્ષ કરવા તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1