Aapnu Gujarat
બિઝનેસ

ગ્રેજ્યુએટી અવધિ ૫ વર્ષથી ઘટાડી ત્રણ વર્ષ કરવા તૈયારી

ફોર્મલ જોબ સેક્ટરમાં કામ કરતા લાખો કર્મચારીઓને લાભ મળે તેવા એક ઘટનાક્રમમાં સરકાર આગળ વધી રહી છે. મળેલી માહિતી મજુબ સરકાર ગ્રેજ્યુએટી માટેની અવધિ પાંચ વર્ષથી ઘટાડીને ત્રણ વર્ષ કરવાની તૈયારીમાં છે. આ અંગેની દરખાસ્ત સરકાર સ્વીકારે તેમ માનવામાં આવે છે. પેમેન્ટ ઓફ ગ્રેજ્યુએટી એક્ટ ૧૯૭૨માં સુધારા કરવા સાથે સંબંધિત દરખાસ્તમાં ગ્રેજ્યુએટી અવધિ પાંચ વર્ષથી ઘટાડીને ત્રણ વર્ષ કરવાની વિનંતી કરવામાં આવી છે. પેમેન્ટ ઓફ ગ્રેજ્યુએટી એક્ટ ૧૯૭૨ ફેક્ટ્રી, ખાંડ, ઓઇલ ફિલ્ડ, પ્લાન્ટેશન, બંદરો, રેલવે કંપનીઓ, દુકાનો અને અન્ય પેઢીઓમાં કામ કરતા કર્મચારીઓને ગ્રેજ્યુએટીની ચુકવણી માટે ઉપલબ્ધ કરાવવા સાથે સંબંધિત છે. ૧૦ અથવા તો તેનાથી વધુ કર્મચારીઓ ધરાવતી કોઇપણ પેઢીમાં પાંચ વર્ષ અતવા તો તેનાથી વધુની અવધિ પૂર્ણ કરી ચુકેલા કોઇપણ કર્મચારીને ગ્રેજ્યુએટી મળવાપાત્ર રહે છે. સુત્રોએ કહ્યું છે કે, શ્રમ મંત્રાલય દ્વારા ગ્રેજ્યુએટી અવધિને પાંચ વર્ષથી ઘટાડીને ત્રણ વર્ષ કરવા માટેની ઇન્ડસ્ટ્રીની માંગને સ્વીકારી લે તેમ માનવામાં આવે છે. લેબર યુનિયનો દ્વારા આ અવધિમાં વધુ ઘટાડો કરવાની માંગ કરવામાં આવી રહી છે. પેમેન્ટ ઓફ ગ્રેજ્યુએટી એક્ટ ૧૯૭૨માં કહેવામાં આવ્યું છે કે, ગ્રેજ્યુએટી તેની નોકરીની પૂર્ણાહૂતિ પર કર્મચારીને આપવામાં આવે છે. કેટલીક નવી શરતો પણ ઉમેરવામાં આવી રહી છે. શ્રમ મંત્રાલય દ્વારા તમામ સંબધિત પક્ષો સાથે સતત વાતચીત કરવામાં આવી રહી છે. મંત્રાલય દ્વારા કર્મચારીઓની લઘુત્તમ સંખ્યાના સંદર્ભમાં નિર્ણય લેવામાં આવી શકે છે. હાલમાં ગ્રેજ્યુએટી એક્ટ હેઠળ ૧૦ અથવા તો તેનાથી વધુ કર્મચારીઓ ધરાવતી પેઢીને આવરી લેવામાં આવે છે. અત્રે નોંધનીય છે કે, સરકારે ગયા મહિનામાં જ પ્રાઇવેટ સેક્ટરમાં ટેક્સફ્રી ગ્રેજ્યુએટી માટેની મર્યાદા બે ગણી કરીને ૨૦ રૂપિયા કરી હતી. પેમેન્ટ ઓફ ગ્રેજ્યુએટી એક્ટમાં સુધારા ાબદ આ જાહેરનામુ જારી કરવામાં આવ્યું હતું. પેમેન્ટ ઓફ ગ્રેજ્યુએટી એક્ટ એક્ઝીક્યુટીવ ઓર્ડર મારફતે નિવૃત્તિ લાભની મર્યાદા નક્કી કરવા સરકારને સત્તા આપે છે. સાતમાં પગાર પંચની ભલામણને અમલી કરવામાં આવ્યા બાદ ટેક્સ ફ્રી ગ્રેજ્યુએટી રકમની મર્યાદા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ૧૦ લાખથી વધારીને ૨૦ લાખ રૂપિયા કરવામાં આવી હતી. યુનિયનો દ્વારા પેમેન્ટ ઓફ ગ્રેજ્યુએટી એક્ટમાં ફેરફારના સમાવેશ માટેની તરફેણ કરી હતી. વધુમાં બિલમાં અન્ય કેટલીક જોગવાઈઓ પણ ઉમેરવામાં આવી છે.

Related posts

ક્રૂડ, ડિઝલ, એટીએફએફ ટેક્સની દર ૧૫ દિવસે સમીક્ષા કરાશે

aapnugujarat

31 ડિસેમ્બર સુધી 8.18 કરોડ લોકોએ ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યું

aapnugujarat

ડેટાનો વપરાશ વધતાં ડિજિટલ જાહેરાતોના ભાવ આસમાને

aapnugujarat

Leave a Comment

UA-96247877-1