Aapnu Gujarat
બિઝનેસ

ડેટાનો વપરાશ વધતાં ડિજિટલ જાહેરાતોના ભાવ આસમાને

આલ્ફાબેટ (પહેલાંની ગૂગલ)ના વિડિયો-શેરિંગ પ્લેટફોર્મ યુટ્યૂબના હાઈ-ઇમ્પેક્ટ ફિક્સ્ડ હોમપેજ પર એક દિવસની જાહેરાતનો ભાવ જાન્યુઆરી ૨૦૧૯માં ૭૦ લાખ હતો, જે હવે બમણો એટલે કે ૧.૪ કરોડ થઈ ગયો છે એવી માહિતી યુટ્યૂબ દ્વારા વિવિધ મીડિયા એજન્સીને મોકલવામાં આવેલા પત્ર પરથી મળે છે.
ડિજિટલ ખર્ચના રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટને લઈને મીડિયા નિષ્ણાતો અલગ-અલગ મત ધરાવે છે ત્યારે મીડિયા એજન્સીઓનું કહેવું છે કે, ૨૦૧૯માં પણ ફેસબૂક, ટિ્‌વટર અને ઇન્સ્ટાગ્રામ જેવા ડિજિટલ પ્લેટફોર્મ પર જાહેરાતના ભાવમાં ૨૦-૩૦ ટકા વધારો થવાનું ચાલુ રહેશે.વેબસાઇટનો ઉપયોગ કરવાનું પ્રમાણ લોકોમાં વધી રહ્યું છે, જેથી આ ભાવ વધશે ડિજિટલ મીડિયાનો ગ્રોથ રેટ આવતાં ત્રણ વર્ષમાં ૩૦ ટકા જેટલો ઊંચો રહેશે. ગયા વર્ષે ડિજિટલ માધ્યમ દ્વારા જાહેરાતો માટે થતા ખર્ચનો આંકડો ૧૧,૦૦૦ કરોડને સ્પર્શી ગયો હતો અને ૨૦૧૮ના અંત સુધીમાં તે ૧૪,૫૦૦ કરોડે પહોંચી જવાની ધારણા છે.
૨૦૧૭માં એકંદર ડિજિટલ એડ્‌વર્ટાઇઝિંગ અંદાજે ૧૧,૦૦૦ કરોડનું હતું જેમાં ગગૂલનો હિસ્સો લગભગ ૬,૫૦૦ કરોડ, ફેસબૂકનો ૨,૫૦૦કરોડ અને અન્યનો હિસ્સો ૨,૦૦૦ કરોડ હતો. ૨૦૧૮માં ગૂગલ ૮,૦૦૦ કરોડ અને ફેસબૂક ૩,૫૦૦ કરોડ જેટલી જાહેરાતો મેળવે તેવી જ્યારે અન્ય કંપનીઓ ૩,૦૦૦ કરોડ જેટલી જાહેરાતો મેળવે તેવી શક્યતા છે.ઉદ્યોગજગતના અંદાજ પ્રમાણે, એક અબજ ઇમ્પ્રેશન (કેટલા વ્યૂ મળ્યા તેની કુલ સંખ્યા) હાંસલ કરવાના બેઝિક ડિજિટલ મીડિયા કેમ્પેઇનનો ખર્ચ અત્યારે ૩ કરોડની આસપાસ છે. આજના જમાનામાં મીડિયાનાં વિવિધ માધ્યમોમાં ડિજિટલ માધ્યમ ઘણું મહત્ત્વનું બની ગયું છે અને તેના દ્વારા પડતી ઇમ્પેક્ટ પણ અસરકારક થઈ રહી છે.રિલાયન્સ જીઓના પ્રવેશ બાદ ડેટાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાથી આજે ઇન્ટરનેટ પર ૪૦-૫૦ કરોડ લોકોનું માર્કેટ છે. ડેટાનો વપરાશ વધી રહ્યો છે અને વધુ લોકો જોડાઈ રહ્યા છે એટલે તેની અસર જાહેરાતોના ભાવમાં પણ જોવા મળશે.ચાલુ વર્ષે ભારતમાં સ્નેપચેટને બાદ કરતાં અન્ય તમામ પ્લેટફોર્મના મન્થલી એક્ટિવ યુઝરમાં વૃદ્ધિ થઈ છે. યુટ્યૂબે ૨૫ કરોડ મન્થલી એક્ટિવ યુઝર, ફેસબૂકે ૨૨ કરોડ, ઇન્સ્ટાગ્રામે ૬.૮ કરોડ હાંસલ કર્યા છે જ્યારે ટિ્‌વટરના મન્થલી એક્ટિવ યુઝરની સંખ્યા ૩.૦૪ કરોડે પહોંચી છે.

Related posts

આરબીઆઈએ કહ્યું કે દેશની બહાર સોનું મોકલવામાં નથી આવ્યું

aapnugujarat

જીએસટી મહત્ત્વપૂર્ણ સુધારો,જેને લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે : જેટલી

aapnugujarat

टेलिकॉम और रिटेल क्षेत्र में तहलका मचाएगा रिलायंस

aapnugujarat

Leave a Comment

UA-96247877-1