Aapnu Gujarat
રાષ્ટ્રીય

પીએમ મોદીને મળ્યા સીએમ યોગી

ઉત્તર પ્રદેશમાં આવતાં વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં લખનઉથી લઇને દિલ્હી સુધી રાજકીય હલચલ જાેવા મળી રહી છે. મંત્રીમંડળનું વિસ્તરણ અને સંગઠનમાં ફેરફારની અટકળો વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દિલ્હીમાં છે.
યુપી સીએમ યોગી આદિત્યનાથ શુક્રવારે સવારે લગભગ ૧૧ વાગ્યે વડાપ્રધાન આવાસ પહોંચ્યા, જ્યાં તેમની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે થઇ. તેમની વચ્ચે સવા કલાક સુધી બેઠક ચાલી હતી. પીએમ મોદી સાથે બેઠક બાદ યોગી આદિત્યનાથ ભાજપના અધ્યક્ષ જે બાદ સીએમ યોગી બીજેપી ચીફ જે.પી નડ્ડાને મળવા તેમના ઘરે પહોંચ્યા.
યુપીને લઇને અનેક કયાસ લગાવવામાં આવી રહ્યાં હતાં, આ દરમિયાન ગુરુવારે સીએમ યોગી દિલ્હી પહોંચ્યા. અહીં તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. બન્ને વચ્ચે લગભગ દોઢ કલાક બેઠક ચાલી હતી. જેમાં અનેક મુદ્દે ચર્ચા થઇ હતી. ઉપરાંત ભાજપના સહયોગી પક્ષ અપના દળના નેતા અનુપ્રિયા પટેલ પણ ગૃહમંત્રીના ઘરે પહોંચ્યા હતા અને તેઓ પણ અમિત શાહને મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીના વિશ્વાસુ ભાજપના એમએલસી અને પૂર્વ આઇએએસ અધિકારી એ કે શર્મા પણ દિલ્હીમાં પાર્ટીના નેતાઓ અને ઘટક પક્ષોના નેતાઓને મળી રહ્યાં છે. યુપીમાં કેબિનેટ વિસ્તરણનો કોઇ ર્નિણય લેવાયો નથી, પરંતુ જિતિન પ્રસાદ અને શર્માને કેબિનેટમાં સામેલ કરાય તેવી શક્યતા છે.

Related posts

બજેટમાં આવકવેરા મુક્તિ મર્યાદા વધારીને ત્રણ લાખ કરવાની જરૂર

aapnugujarat

राहुल गांधी पर भड़के मनोज तिवारी, बोले – दुनिया का सबसे ‘कन्फ्यूज नेता’ किसानों को कर रहा गुमराह

editor

एमसीडी के डॉक्टरों को वेतन न देना शर्मनाक : सीएम केजरीवाल

editor

Leave a Comment

UA-96247877-1