Aapnu Gujarat
ગુજરાત

ધ્રાગધ્રા-માલવણ હાઇવે પાસે થી 1.64 લાખનો દારુ જપ્ત કરાયો

ધ્રાગધ્રાથી અમારા સંવાદદાતા સન્ની વાઘેલા જણાવે છે કે, ધ્રાગધ્રા-માલવણ હાઇવે પરથી વારંવાર દારૂની હેરફેર કરતા બુટલેગરો ઝડપી પાડાય છે. ત્યારે ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર દારુ ભરેલી કાર નિકળતી હોવાની બાતમી તાલુકા પોલીસને મળતા તાલુકા પીએસઆઇ એમ.કે.ઇશરાની, હિતેદ્રસિહ ઝાલા, જગદિશભાઇ સહિતના પોલીસકમીઁઓ તુરંત હાઇવે પર વોચ ગોઠવી હતી. તેવામાં માલવણ તરફથી એક સફેદ કલરની સ્કોરપીઓ કાર નંબર GJ 21 AQ 7540 વાળી આવતા તેને ઉભી રાખવા માટે ઇશારો કયોઁ હતો પરંતુ કાર ચાલકે કાર ઉભી નહિ રાખતા પોલીસે ફીલ્મી ઢબે કારનો પીછો કરી થોડે દુર ઇસદ્રા ગામના પાટીયા પાસે કારને આતરી લઇ કારમા તપાસ કરતા અંદરથી વિદેશીદારુની બોટલ નંગ 1292 કિમત રુપિયા 164600 તથા કાર મળી 712100 રૂપિયાનો કુલ મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

ભારતીય કિસાન સંઘે આકરા તેવર બતાવતા સરકાર પર આકરા પ્રહારો કર્યા

aapnugujarat

૨૦ મ્યુનિસિપલ કવાર્ટસના રિડેવલપમેન્ટની તૈયારી શરૂ

aapnugujarat

गांधीरोड़ पर एएमटीएस की बाला हनुमान एक्सप्रेस का प्रारंभ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1