Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

જાે બિડન ૧૬મીએ પુતિનને મળશે

અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ જાેબીડન પોતાના પહેલા વિદેશ પ્રવાસે બ્રીટન પહોંચ્યા છે. અહીં તેઓ કાર્નવેલમાં યોજાનારી જી-૭ સંમેલનમાં ભાગ લેવા પહોંચ્યા છે. આ સંમેલન કાલે તા. ૧૧ થી ૧૩ જુન સુધી યોજાશે. તેમની આ યાત્રા ઘણી રીતે ખાસ છે.
જી-૭માં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, બિરટન અને અમેરિકા સામેલ છે, જી-૭ ભલે ૩ દિવસનું હોય પણ બીડનનો પ્રવાસ લાંબો છે. બીડન તે બાદ જીવામાં ૧૬ જુને રશીયન રાષ્ટ્રપતિ પુતિન સાથે પણ મુલાકાત કરશે. ઘણા સમયથી રશીયા અને અમેરિકા વચ્ચે ખરાબ ચાલી રહેલ સંબંધોને જાેતા આ મુલાકાત ખાસ બની રહેશે. મુલાકાતમાં બન્ને પોતાના વિવાદીત મુદ્દાઓને ખુલીને રાખશે.
જી-૭ સંમેલનમાં મહામારી સામે ઝઝુમી રહેલ વિશ્વને વેકસીનની ઉપલબ્ધતા, વેપાર, જળવાયુ પરિવર્તન અને વિકાસસીલ દેશોમાં બુનીયાદી જરૂરીયાતના પુનનિર્માણ જેવા કેટલાક ખાસ મુદ્દાઓ ઉપર વાતચીત થશે. એ પણ કહેવાય છે કે વેકસીન સપ્લાયને લઇને દબાણ પણ નખાશે. ગરીબ દેશોને વધારાની રસી ઘનાઢય દેશો દાનમાં આપે તેવી પણ ચર્ચા થવાની સંભાવના છે અમેરિકા બાદ બ્રીટને પણ વેકસીન દાન આપવા જાહેર કરી ચુકયુ છે, પણ ડોઝ અંગે જાહેરાત નથી કરાઇ જયારે અમેરિકાએ ર૦ મીલીયન ડોઝ આપવાની ગત સપ્તાહે જાેહરાત કરેલ.
સંમેલન બાદ બીડન અને ઝીલ બ્રીટનના મહારાણીને મળવા વિંડસર કૈસલ જાશે. ત્યાર બાદ તેઓ બેલ્જીયમ અને સ્વીત્ઝરલેન્ડ પણ જશે. આજે તેઓ કારબીજ બે માં બ્રીટનના વડાપ્રધાન જાેનસન સાથે મુલાકાત કરનાર છે.

Related posts

अमेरिका ने चीन के और नागरिकों पर लगाई वीजा पाबंदी

editor

જુલાઈમાં લોન્ચ થશે નાસાનું પહેલું સૂર્ય મિશન

aapnugujarat

Tehrik-e-Taliban Pakistan (TTP) terror group’s leader Noor Wali Mehsud designated as global terrorist by UN

editor

Leave a Comment

UA-96247877-1