Aapnu Gujarat
ગુજરાત

ગીર-સોમનાથમા ૧૮ થી ૪૪ વયના યુવાઓને કોવીશિલ્ડ વેકસીનેશનનો પ્રારંભ

ગીર-સોમનાથથી અમારા સંવાદદાતા સતીષ સોલંકી જણાવે છે કે,ગીર-સોમનાથ જિલ્લામાં ૧૮ વર્ષથી ૪૪ વયના યુવાઓને નિ:શુલ્ક કોરોના રસી આજથી શરૂ કરવામાં આવેલ છે.
કોરોના સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા લોકોના આરોગ્યની ચિંતા કરી સંવેદનશીલ પગલાઓ લેવામા આવી રહ્યા છે. વેકસીનએ કોરોના સંક્રમણ ખાળવા માટે અમોધ શસ્ત્ર સાબિત થયેલ છે. રાજ્ય સરકાર દ્વારા તા. ૧ એપ્રીલથી ૬૦ વર્ષ ઉપરના નાગરિકોને તેમજ ૪૫ વર્ષથી ૬૦ વર્ષના ગંભીર બિમારી ધરાવતા નાગરિકોને રસી આપવામાં આવી રહી છે.
ગીર-સોમનાથ જિલ્લામાં ૧૮ વર્ષથી ૪૪ વયના યુવાનોને વેકસીન આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કરેલ છે. જે અંતર્ગત ગીર-સોમનાથમાં વેરાવળ સહિત જિલ્લામાં કુલ ૨૦ જગ્યાએ નિ:શુલ્ક રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કોવીશિલ્ડ વેકસીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોવિંદપરા, આજોઠા, ધાવા, આકોલવાડી, ધામળેજ, દેલવાડા અને પેટા આરોગ્ય કેન્દ્ર સિંધાજ, અડવી ઉપરાંત ખારવા સમાજ વાડી વેરાવળ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ વેરાવળ, સાગરપુત્ર ફાઉન્ડેશન સોમનાથ હોલ, વેરાવળ, કોમ્યુનીટી હોલ, બોરવાવ, કશ્યપ ચિકિત્સાલય, તાલાળા, નગરપાલિકા સુત્રાપાડા, પ્રાથમિક શાળા પ્રાચી, પ્રાથમિક શાળા પિપળી, નગરપાલિકા બાલમંદીર કોડીનાર, અભિનવ સ્કુલ, ગીરગઢડા શ્રીજી સ્કુલ ઉના ખાતે આપવામાં આવશે.
વેકસીન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. ઓનલાઇન રજીસ્ટેશન કરવા માટે https://selfregistration.cowin.gov.in આ લિંક ઓપન કરી રજિસ્ટ્રેશન પોટૅલ પર જઈ રજિસ્ટ્રેશન નો વિકલ્પ પસંદ કરો. તમારો મોબાઈલ નંબર આપીને ગેટ OTP પર ક્લિક કરો. તમારા મોબાઈલ નંબર પર OTP આવશે, જે ૧૮૦ સેકન્ડમાં સબમિટ કરવાનો રહેશે. OTP સબમિટ કરતા જ નવું પેજ ખુલશે, જેમાં તમારી વિગતો ભરવાની રહેશે. ફોટો આઇડી માટે આધાર ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, પેન્શન પાસબુક, એનપીઆર સ્માર્ટ કાર્ડ કે વોટર આઇડી પણ માન્ય રહેશે. તેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી આઇડી નંબર આપો. નામ, જાતિ, જન્મ તારીખ જણાવવાની રહેશે. ત્યારબાદ નજીકનું કોવિડ વેક્સિનેશન સેન્ટર પસંદ કરવાનો વિકલ્પ મળશે અને સેન્ટર સિલેક્ટ કર્યા બાદ તમને અનુકુળ સમય નો સ્લોટ પસંદ કરી શકો છો.

Related posts

લોકસભા પહેલા જ શંકરસિંહ સક્રિય, બક્ષીપંચ સંમેલનમાં સરકારને અનેક મુદ્દે ઘેર્યાં

aapnugujarat

બાઈકચાલક ઘોડા સાથે અથડાયો : બંન્નેનાં મોત

aapnugujarat

જીએસટી એટલે ગઇ સરકાર તુમ્હારી : ભુપિન્દરસિંહ હુડા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1