Aapnu Gujarat
Uncategorized

સુરતમાં મ્યુકોરમાઈકોસિસના પણ વળતાં પાણી

સુરત સહિત સમગ્ર દેશમાં કોવિડ-૧૯ બાદ હાહાકાર મચાવનાર મ્યુકોર માઈકોસિસના દર્દીઓની સંખ્યામાં પણ આંશિક ઘટાડો જાેવા મળી રહ્યો છે. જેને પગલે એક સમયે શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં રોજેરોજ દાખલ થતાં નવા દર્દીઓની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાવા પામ્યો છે. હાલ સુરત શહેરમાં મ્યુકોર માઈકોસિસના ૧૩૫ દર્દીઓ સારવારગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે. કોરોના વાયરસના બીજા તબક્કાની મહામારી પર કાબુ મેળવવામાં તંત્રને સફળતા સાંપડી ચુકી છે.
જાે કે, આ દરમ્યાન કોવિડ-૧૯ના સંક્રમણનો ભોગ બનેલા દર્દીઓમાં મ્યુકોર માઈકોસિસ નામના નવા રોગનું ગ્રહણ જાેવા મળ્યું હતું. એક તબક્કે રાજકોટ બાદ સુરત શહેરમાં મ્યુકોર માઈકોસિસના સૌથી વધુ દર્દીઓ નોંધાયા હતા. રાજ્ય સરકાર દ્વારા પણ આ રોગની ગંભીરતા અને સતત વધી રહેલા કેસોને ધ્યાને રાખીને મહામારી જાહેર કરવામાં આવી હતી.જાે કે, હાલ કોવિડ-૧૯ના બીજા તબક્કાની લહેર પર કાબુ મેળવાઈ ગયા બાદ હવે મ્યુકોર માઈકોસિસના કેસોમાં પણ ધરખમ ઘટાડો જાેવા મળી રહ્યો છે.
એક તબક્કે સુરત શહેર – જિલ્લામાં રોજના ૬૦થી ૭૦ દર્દીઓમાં મ્યુકોર માઈકોસિસના લક્ષણો જાેવા મળતા હતા. જે દર્દીઓની સંખ્યા હાલ ઘટીને ૧૦થી ૧૨ પર પહોંચી ચુકી છે. આમ, હાલના તબક્કે બ્લેક ફંગસના નામથી પણ ઓળખાતા આ રોગચાળાના દર્દીઓની સંખ્યા એકંદરે સ્થિર થઈ જવા પામી છે અને આગામી બે – ત્રણ સપ્તાહમાં સંભવતઃ આ રોગચાળા પર પણ કાબુ મેળવવામાં સફળતા સાંપડી શકે છે.
કોરોના વાયરસને મ્હાત આપ્યા બાદ ડાયાબિટીસ સહિતની અન્ય બિમારીઓ ધરાવતાં દર્દીઓમાં મ્યુકોર માઈકોસિસ થવાની શક્યતાઓ સૌથી વધુ જાેવા મળતી હતી. જાે કે, હવે આ રોગના દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાતા તંત્રે પણ રાહતનો શ્વાસ લીધો છે.
હાલ સુરત શહેરની સ્મીમેર – સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં મળીને ૧૩૫ દર્દીઓ દાખલ છે. જેમાં સ્મીમેર હોસ્પિટલમાં ૨૧, સિવિલ હોસ્પિટલમાં ૫૧ અને ખાનગી હોસ્પિટલમાં આ દર્દીઓનો આંકડો ૬૩ નોંધાવા પામ્યો છે. એક તબક્કે સુરત શહેરની ખાનગી હોસ્પિટલોમાં જ આંકડો બિનસત્તાવાર ૫૦૦થી વધુ નોંધાયો હતો.
હાલ મ્યુકોર માઈકોસિસના દર્દીઓની સંખ્યા સ્થિર થઈ ચુકી છે અને આગામી દિવસોમાં આ સંખ્યામાં પણ નિશ્ચિતપણે ઘટાડો જાેવા મળશે. જાે કે, તેમ છતાં મ્યુકોર માઈકોસિસના લક્ષણો ધરાવતાં દર્દીઓને તાકીદે સારવાર કરાવવી સૌથી વધુ હિતાવહ છે.

Related posts

કોડીનારમાં તસ્કરોનો તરખાટ : એક રાતમાં છ મકાનોનાં તોડ્યા તાળા

aapnugujarat

દેશમાં નફરતની વાત થઈ રહી છે, પરંતુ તેઓ નફરતથી નહીં પરંતુ પ્રેમથી જવાબ આપશે : ઔવૈસી

aapnugujarat

वेस्टइंडीज ने आयरलैंड को हराया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1